સુરત : નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક પેટ્રોલ ભરેલું ટેન્કર પલટ્યું, કોઈ જાનહાનિ નહીં

સુરત : નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક પેટ્રોલ ભરેલું ટેન્કર પલટ્યું, કોઈ જાનહાનિ નહીં
New Update

નેશનલ હાઇવે 48 પર કોસંબા નજીક એક મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલા બ્રિજ પરથી પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ટેન્કરમાં સવાર ડ્રાઈવર અને ક્લિનરને ઇજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

publive-image

મળતી માહિતી અનુસાર પેટ્રોલ ભરેલું ટેન્કર વડોદરાથી સુરત જઇ રહ્યું હતું તે દરમિયાન કોસંબાના નદાવ પાટિયા પાસે એક મહિના પહેલા જ ખુલ્લા મુકાયેલા બ્રીજ પર પ્રોટેક્શન વોલના અભાવે પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. પેટ્રોલ ભરેલું ટેન્કર પલટી મારી જતા ટેન્કરમાં ભરેલ પેટ્રોલ સમગ્ર હાઇવે પર ઢોળાઇ ગયું હતું. આ ઘટનાની જાણ નજીકના ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. અને તકેદારીના ભાગ રૂપે ફાયર વિભાગે ફોમનો છટકાવ કર્યો હતો. જોકે ઘટનામાં ટેન્કર ચાલક અને ક્લિનર ને ઈરજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

#Surat #Truck Accident #Kosamba #Milk Tanker
Here are a few more articles:
Read the Next Article