/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/30152427/WhatsApp-Image-2021-05-30-at-3.08.10-PM.jpeg)
દક્ષિણ ગુજરાતના ખેડૂત તજજ્ઞ વલ્લભ કુકડીયાનું કોરાના કારણે નિધન થતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં શોકની લાગણી છવાય જવા પામી છે. વલ્લભ કુકડીયાએ દેશમાં સૌ પ્રથમ અમેરિકન સ્વીટ કોર્નની ખેતી કરી હતી અને દેશના લોકોને અમેરિકન મકાઈનો સ્વાદ ચખાડ્યો હતોતેમજ રક્તચદન ખેતી કરતા ગુજરાતના સૌથી મોટા ખેડૂત હતા
દેશ અને રાજ્યમાં કોરાના અનેક વ્યક્તિઓઓના મોતનું કારણ બન્યો છે ત્યારે કોરાનાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હતો મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રોયલ ગામના વતની એવા વલ્લભ કુકડીયા વર્ષોથી સુરત ખાતે રહેતા હતા અને સુરતને કર્મભૂમિ બનાવી હતી.તેઓ માંગરોળ તાલુકાના ધામરોડ અને કામરેજ ખાતે ખેતીનો વ્યવસાય કરતા હતા.તેઓએ રાજ્યમાં સૌ પ્રથમ અમેરિકન મકાઈની સફળ ખેતી કરી હતી અને દેશને અમેરિકન મકાઈનો સ્વાદ ચખાડી સૌ કોઈને અમેરિકન મકાઈના ઘેલા કર્યા હતા.તેઓએ ધામરોડ ખાતે પોતાની ઉજ્જડ જમીનને ફળદ્રુપ જમીન બનાવી 15 હજાર જેટલા રક્તચંદનની ખેતી કરી રાજ્યમાં રક્તચદની ખેતી કરનાર મોટા ખેડૂત હતા અને અનેક ખેડૂતો વલ્લભભાઈને પોતાના આદર્શ માનતા હતા ત્યારે કોરાના વાયરસે વલ્લભભાઈને પોતાની લપેટમાં લઈ લેતા છેલ્લા થોડા દિવસથી તેઓ હોસ્પિટલમાં કોરાનાની સારવાર હેઠળ હતા. સારવાર દરમિયાન તેઓ કોરાના સામે જંગ હારી ગયા હતા.તેઓના નિધનથી ખેડૂત સમાજને ન પૂરી શકાય એવી ખોટ પડી છે