સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી બેંકમાંથી લોન અપાવવાના બહાને ડીંડોલી વિસ્તારમાં રહેતી સંગીતા પાટીલ નામની મહિલાએ 13 મહિલાઓ સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરી હોવાની વિગતો સપાટી પર આવી છે.
સુરત શહેરના ચોક બજાર વિસ્તારમાં બેંકમાંથી લોન આપવાના નામે ડીંડોલીમાં રહેતી સંગીતા પાટીલ નામની મહિલાએ 13 જેટલી મહિલા સાથે છેતરપીંડી કરી છે. સંગીતા પાટીલ લોકોને અલગ અલગ કંપનીમાંથી લોન આપવાનું કહી રૂપિયા પડાવી લેતી હતી. ભોગ બનનાર રેશમાં જાદવ નામની મહિલાએ જણાવ્યું હતું કે મારા પુત્રની બાધા હતી એટલે અમે લોન લીધી હતી. સંગીતાએ મને કીધું કે તમારી લોન નહીં થશે તેથી મારી માતાના નામે પણ લોન કરી લીધી હતી અમને કહેતી કે તમારી લોન નહીં થશે. જયારે બેંક વાળા અમારા ઘરે પૈસા લેવા આવ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ઉપર ત્રણ લોન ચાલે છે. સંગીતા પાટીલ નામની મહિલાએ લાખો રૂપિયાની છેતરપીંડી કરી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. હાલ કતારગામ પોલીસે ગુનો નોંધી આરોપી મહિલાની ધરપકડ તપાસ હાથ ધરી છે