સુરત: સુમુલ ડેરીનો નવતર પ્રયોગ, અબોલ પશુઓને મળશે 24 ક્લાક સારવાર, જુઓ કઈ સેવા શરૂ થશે

New Update
સુરત: સુમુલ ડેરીનો નવતર પ્રયોગ, અબોલ પશુઓને મળશે 24 ક્લાક સારવાર, જુઓ કઈ સેવા શરૂ થશે

સુરતની સુમુલ ડેરી દ્વારા તેઓના 2.5 લાખ પશુપાલકોના પશુઓ ની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી રહી છે. આ એમ્બ્યુલન્સ સેવા 24 કલાક કાર્યરત રહેશે અને સુરત તેમજ તાપીજીલ્લાના છેવાડાના ગામો સુધી પશુઓની સારવાર માટે જશે.

Watch Video : https://fb.watch/4zTa40oHEY/

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધી પશુપાલકોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે સુરતની સુમુલ ડેરી દ્વારા નવો પ્રોજેકટ શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે એવી જ રીતે સુમુલ ડેરી દ્વારા પશુઓ માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ સેવા 24 ક્લાક કાર્યરત રહેશે અને સુરત તેમજ તાપી જિલ્લાના છેવાડાના ગામો સુધી જઈ બીમાર પશુઓની સારવાર કરશે.

આ માટે 50 જેટલા પશુ ચિકિત્સકોની ટીમ પણ કાર્યરત રહેશે. આ સેવા તારીખ 1લી એપ્રિલથી શરૂ થશે અને ડેરી દ્વારા ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવશે. ટોલ ફ્રી નંબર પર કોલ કરતાંય સાથે જ 1 કલાકના સમયગાળામાં એમ્બ્યુલન્સ પશુચિકિત્સકની સાથે પશુપાલકના ઘરે પહોંચશે અને બીમાર પશુની સારવાર કરશે. આ સેવાથી સુમુલ ડેરીના 2.5 લાખ પશુપાલકોને લાભ થશે.

Read the Next Article

પીએમ મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી કરાયા સન્માનિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન બ્રાઝિલ સરકાર દ્વારા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય

New Update
pm  modi ac

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બ્રાઝિલ સરકારના સર્વોચ્ચ સન્માન 'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ'થી નવાજવામાં આવ્યા છે.

આ સન્માન બ્રાઝિલ સરકાર દ્વારા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત અને બ્રાઝિલના રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે આ સન્માન આપવામાં આવ્યું છે.

'નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ' બ્રાઝિલનો સૌથી પ્રતિષ્ઠિત નાગરિક સન્માન છે, જે સામાન્ય રીતે વિદેશી દેશોના અગ્રણી નેતાઓ અને રાષ્ટ્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓને આપવામાં આવે છે. આ સન્માનની શરૂઆત 1822માં કરવામાં આવી હતી અને આ દ્વારા બ્રાઝિલ તેના વૈશ્વિક સાથીઓ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. નરેન્દ્ર મોદી ઉપરાંત, ઘણા અન્ય વૈશ્વિક નેતાઓને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તે આપણા ઊંડા પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. આપણે આપણા સંરક્ષણ ઉદ્યોગોને જોડવાના આપણા પ્રયાસો ચાલુ રાખીશું. એઆઇ અને સુપર કોમ્પ્યુટરમાં આપણો સહયોગ વધી રહ્યો છે. આ સમાવિષ્ટ વિકાસ અને માનવ-કેન્દ્રિત નવીનતાની આપણી સમાન વિચારસરણીનો પુરાવો છે.

Latest Stories