સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર

New Update
સુરત: શહેરમાં વાવાઝોડાની અસર; પવન સાથે ભારે વરસાદથી જન-જીવન પર અસર
Advertisment

સુરત શહેરમાં તૌકતે વાવાઝોડાની અસર જોવા મળી હતી. રાત્રી દરમિયાન ભારે વરસાદ સાથે 25 થી 66 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા 150 કરતા વધુ નાનામોટા ઝાડ ધરાશાયી થયા હતા. સાથે જ રોડ રસ્તા પર લાગેલા બેનરો, મકાનના છાપરા ઉડ્યા હતા. ઉપરાંત બે વીજળીના પોલ અને લીંબાયત ઝોનમાં આવેલા કમેળા પાસેની ઝોપડપટ્ટીના એક મકાન વૃક્ષ પડતાં નુકસાન થયું હતું તો કેટલીક જગ્યાએ વાહનો દબાયા હતા. જોકે હજુ સુધી કોઈ પ્રકારની જાનહાની સામે આવી નથી.

Advertisment

સુરતમાં તૌકતે વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને પવન ફૂંકાઈ રહ્યો છે. આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને 150થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ છે. એટલું જ નહીં પણ ઝાડ પડવાથી આખી રાત ફાયરની ટીમ ખડે પગે બ્લોક થયેલા રસ્તાઓ ખોલવામાં કલાકોની જહેમત બાદ સફળ થઈ હતી.

તૌકતે વાવાઝોડાને લઈ પવન સાથે વરસી રહેલા વરસાદના કારણે શહેરમાં વૃક્ષો ધરાશાયી થવાની સાથે પતરા હવામાં ઉડ્યા હતા. લિંબાયત વિસ્તારમાં આવેલ કમેલા પાસેની ઝોપડપટ્ટીના મકાન પર વૃક્ષ ધરાશાયી થયું હતું. વરસી રહેલા વરસાદને લઈને અમરોલી ખાતે આવેલ મનીષા ગરનાળામાં પાણી ભરાઇ જતા લોકોને અવરજવર કરવા માટે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સાથે વાહનો બંધ પડ્યા હતા જેથી જન-જીવન ખોરવાયું હતું. હાલ તો ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં ધરાશાયી થયેલા વૃક્ષોને કાપી રોડ ખુલ્લા કરવાની કામગીરી ચાલી રહી છે. વૃક્ષો, વીજળીના પોલ ધરાશાયીની ઘટનામાં કોઈ જાનહાનિ બની ન હતી. હાલ શહેરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.

Latest Stories