સુરત : કોરોનાના 101 જેટલા દર્દીઓની હાલત ગંભીર, રિકવરી રેટ 91.7% પર પહોંચ્યો

New Update
સુરત : કોરોનાના 101 જેટલા દર્દીઓની હાલત ગંભીર, રિકવરી રેટ 91.7% પર પહોંચ્યો

સુરત જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. હાલ કોરોનાના 101 જેટલા દર્દીઓની હાલત ગંભીર છે, જ્યારે કોરોનાના કારણે 700થી વધુ લોકોના મોત થયા છે.

સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. હાલ કોરોનાના 101 જેટલા દર્દીઓની હાલત ગંભીર છે. નવી સિવિલ હોસ્પિટલમાં 111 પૈકી 65 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 5 વેન્ટિલેટર ઉપર, 19 બાઇપેપ, 41 દર્દી ઓક્સિજનના સપોર્ટ ઉપર છે, જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 48 પૈકી 36 દર્દીની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર ઉપર, 13 બાઇપેપ, 19 દર્દી ઓક્સિજનના સપોર્ટ ઉપર છે.

સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો, અત્યાર સુધીમાં કોરોનાના 24299 કેસ નોંધાયા છે, જ્યારે 24121 દર્દીઓ સાજા થઈને પરત ઘરે પણ ફર્યા છે. સુરતમાં અત્યાર સુધીમાં 705 લોકોના મોત થયા છે, જ્યારે 91.7% પર રિકવરી રેટ પહોંચ્યો છે. જોકે સમગ્ર ગુજરાતમાં સુરતમાં રિકવરી રેટ વધુ હોવાથી સુરત માટે સારા સમાચાર છે.

Latest Stories