સુરત : દરવાજા ખાતેના શાકમાર્કેટને તંત્રએ કરાવ્યું બંધ પણ જુઓ રવિવારે સવારે શું થયું

સુરત : દરવાજા ખાતેના શાકમાર્કેટને તંત્રએ કરાવ્યું બંધ પણ જુઓ રવિવારે સવારે શું થયું
New Update

હીરાનગરી સુરત કે જયાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે ત્યારે લોકો હજી બેદરકાર જણાય રહયાં છે. દરવાજા વિસ્તારમાં ભરાતાં શાક માર્કેટને શનિવારના રોજ તંત્રએ બંધ કરાવી દીધું હતું પણ રવિવાર સવાર થતાંની સાથે ફરીથી લોકોની ભીડ ઉમટી પડી હતી.

સુરતમાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર સતત વધી રહ્યું છે રોજે 700 કરતાં વધુ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોધાવાલા સહિત 4 કોર્પોરેટરો કોરોનાની ચપેટમાં આવી ગયા છે મનપા દ્વારા કોરોના સંક્રમણ ટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત સહારા દરવાજા પુણા કુંભારીયા એપીએમસી માર્કેટ સામે શાકભાજી વિક્રેતાઓ કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવા દૃશ્યો સામે આવ્યા છે. કોરોનાને ફેલાતો રોકવા માટે શનિવારના રોજ બજાર બંધ કરાવી દેવાયું હતું પણ રવિવારે સવારથી ફરી માર્કેટ ધમધમતું થઇ ગયું હતું. સુરતની જો વાત કરવામાં આવે તો મેયર હેમાલી બોધાવાલા સહિત 4 કોર્પોરેટરો કોરોનાની ચેપટમાં આવ્યા છે સાથે જ અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી રહિયા છે સ્મીમેર હોસ્પિટલના કર્મચારી સંક્રમિત થયા છે 13 વિદ્યાર્થીઓ તેમજ વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા 25 વેપારીઓ પણ સંક્રમિત થયા છે. સુરતમાં હાલ તમામ ક્ષેત્રમાં કોરોનાનો કહેર જોવા મળી રહયો છે. કોરોનાના વધી રહેલાં સંક્રમણ વચ્ચે લોકોની બેદરકારી જોવા મળી રહી છે. કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં નહિ આવતાં વધુને વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહયાં છે.

#Gujarat #Surat #vegetable market #Diamond City Surat #Surat Mayor #Hemali Bhoghawala
Here are a few more articles:
Read the Next Article