સુરત : બાઇક સવાર દંપત્તિને ટીઆરબી જવાને રોકયું, પછી થયું એવું કે સામસામે નોંધાઇ પોલીસ ફરિયાદ

New Update
સુરત : બાઇક સવાર દંપત્તિને ટીઆરબી જવાને રોકયું, પછી થયું એવું કે સામસામે નોંધાઇ પોલીસ ફરિયાદ

સુરત શહેરમાં ટ્રાફિક નિયમનમાં રહેલાં ટીઆરબી જવાનો અને વાહનચાલકો વચ્ચે ટકરાવના બનાવો બનતાં રહે છે. આવા જ એક કિસ્સામાં વાહનચાલક અને ટીઆરબી જવાને એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં સિગ્નલ બંધ થતા પોઈન્ટથી થોડા આગળ નિકળી ગયેલા દંપતીને ટીઆરબી જવાને રોકાતા સામ સામે બોલચાલી થતા મામલો ઉમરા પોલીસ મથકે પહોંચ્યો હતો. ટીઆરબી જવાને બિપિન ચારેલએ બાઈક ચાલક જીગ્નેશભાઇ પર આરોપ મુકતા જણાવ્યું હતું કે તે અઠવા ચોપાટી પાસે પોઈન્ટ પર ફરજ બજાવતો હતો એક બાઈક ચાલક સિગ્નલ બંધ થતા પોઈન્ટથી આગળ આવી ગયા હતા મેં તેમને સમજવાનો પ્રયત્ન કરતા તેવોએ મારી સાથે ગેરવર્તન કર્યું હતું.

આ બાબતે મે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે બીજું બાજુ બાઈક ચાલક જીગ્નેશ ભાઈ એ ટ્રાફિક જવાન ઉપર તમાચો મારી ગેરવર્તનનો આરોપ લગાવી બિપિન ચારેલ સામે પણ ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે હાલ ઉમરા પોલીસે સામસામે ફરિયાદ લઈ તાપસ હાથ ધરી છે

Latest Stories