સુરતના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ વધુ એક વખત સરકારને પત્ર લખી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સરકાર જે લોન આપી રહી છે જે બાબતની અરજી તાત્કાલિક મંજૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.
સુરતના વરાછાના ધારાસભ્ય કિશોર કાનાણીએ વધુ એક વખત સરકારને પત્ર લખી રજૂઆત કરી છે.આ વખતે તેઓએ વિદેશ અભ્યાસ લોન તાત્કાલિક મંજુર કરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. તેઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે.આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે પરંતુ તેમને વિઝા મળ્યા બાદ એડમિશન પણ મળી જાય અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી અને વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી જેના કારણે વિદ્યાર્થીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવી જોખમમાં મુકાય છે તો આવી અરજી થયેલ વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તે બાબતે તેઓએ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે
