ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશનની અનોખી પહેલ

શ્રેષ્ઠ અને સુરક્ષિત ગણેશ મંડળોને મળશે એવોર્ડ 

અત્યાર સુધી 50થી વધુ એન્ટ્રીઓ નોંધાઈ

ગણેશ પંડાલોમાં સુરક્ષા સંદર્ભે ઝોન વાઈઝ ટીમો દ્વારા સર્વે

સુરક્ષાને પ્રાધાન્ય આપવું એ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય

સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા ચેપ્ટર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા અને જાગૃતિ ફેલાવવાના હેતુથી ફાયર એન્ડ સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા ચેપ્ટર દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ શહેરના તમામ ગણેશ મંડળો માટે એક વિશેષ એવોર્ડ સ્પર્ધાનું આયોજન કરાયું છે. FSAI સુરત ચેપ્ટરના પ્રેસિડેન્ટ ચિન્મય દેસાઈના જણાવ્યા અનુસાર, ગણેશોત્સવ એવો તહેવાર છે,જેમાં તમામ વર્ગના લોકો ઉત્સાહથી ભાગ લે છે, તેથી આ ઉત્સવના માધ્યમથી ફાયર અને સિક્યુરિટી સંબંધિત જાગૃતિ ફેલાવીને સુરક્ષાને પ્રાધાન્ય આપવું એ આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ એવોર્ડ માટે આયોજકો દ્વારા ચોક્કસ ક્રાઈટેરિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પંડાલમાં ફાયર સેફ્ટીના સાધનો, સિક્યુરિટીની વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ માટેનું સુચારુ મેનેજમેન્ટ ધ્યાને લેવામાં આવશે. અત્યાર સુધીમાં 50થી વધુ ગણેશ મંડળોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. એન્ટ્રીઓ આવ્યા બાદ સંસ્થા દ્વારા ઝોન વાઈઝ ટીમો બનાવીને પંડાલોમાં ગ્રાઉન્ડ સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે. જે મંડળની તમામ સુરક્ષા વ્યવસ્થા શ્રેષ્ઠ જણાશે, તેમને ગણેશોત્સવના 10મા અને 11મા દિવસે આ ખાસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.