/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/31173853/maxresdefault-501.jpg)
સામાન્ય રીતે શાળામાં બાળકોને પુસ્તકની સાથે રમત ગમતનું જ્ઞાન આપવામાં આવે છે. પરંતુ સુરતના ભટાર વિસ્તારમાં આવેલી વિધ્યા ભારતી શાળાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. બાળકોને તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે બાળકોને રસોઈ કરતા શીખવવાની સાથે સાથે શૂટિંગ શીખાડવાનું પણ શરૂ કર્યું છે.
સુરતના ભટાર વિસ્તારમાં આવેલી વિધ્યા ભારતી શાળામાં બાળકોને કિચનનું નોલેજ આપવામાં માટે રસોડું બનાવવામાં આવ્યું છે. બાળકોને જીવનમાં ભણતર માટે કે નોકરી માટે ઘર પરિવારથી દૂર રહેવાની નોબત આવે તે સમયે તેમને રસોઈ કરતા આવડતું હોય તો તે ઘણું ઉપયોગી નીવડે છે. જે બાળકને રસોઈમાં રસ હોય તે આગળ જઈને રસોઈના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તે હેતુથી આ શાળામાં રસોઈનો પણ પિરિયડ શરૂ કરવામાં આવ્યો છે. રસોઈનું જ્ઞાન તો બાળકોને આપવામાં આવશે પરંતુ ડિફેન્સ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા બાળકો માટે શૂટિંગ રેન્જ પણ બનાવવામાં આવી છે. આ શૂટિંગ રેન્જમાં બાળકોને સચોટ નિશાન તાકતા શીખવવામાં આવશે. રાજ્યમાં પ્રથમ વખત શાળામાં આ પ્રકારની સૌથી લાંબી શૂટિંગ રેન્જ બનાવવામાં આવી છે, ત્યારે બન્ને સફળ કાર્યોનું ઉદ્ઘાટન રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.