/connect-gujarat/media/post_banners/e59fc28de46c92672eee284e4211282a790361d8b1725949fb0ba213318ce9bf.webp)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે ધીરે ધીરે રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. ગઈકાલે સોમવારના રોજ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તેને કારણે આખો દિવસ ઉમેદવાર ફોર્મ લઈને દોડધામ કરતા નજરે પડ્યા હતા .ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં AAP ની એન્ટ્રીથી હવે ગુજરાતની તમામ બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
આ ઉપરાંત કેટલીક બેઠકો એવી પણ હશે જ્યાં ક્યાંક અપક્ષ ઉમેદવાર અને અન્ય પાર્ટીના ઉમેદવાર પણ મેદાનમાં હોવાથી એવી બેઠકો પર ચારથી પાંચ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે આંકડો જાણીને તમને પણ નવાઈ લાગશે પણ આ વખતે પહેલા તબક્કાની કુલ 89 વિધાનસભા બેઠક માટે 1655 ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં સૌથી વધારે સુરતની 16 બેકઠ માટે 362 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા. ત્યારબાદ રાજકોટની 8 બેઠકો માટે 170 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછા ડાંગની એક બેઠક માટે 3 ફોર્મ ભરાયા છે. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્ટ થશે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે.8મી ડિસેમ્બરે હિમાચલ પ્રદેશ ની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવશે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 182 બેઠકો પર 4.9 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 51,000 થી વધુ મતદાન મથકો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાંથી 34,000 થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં છે. ઉલ્લેખનીય છેકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે અને 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે