સુરતની 22 વર્ષની દીપાલી અમેરિકામાં પાયલોટ બની, પ્રથમ વખત વિમાનમાં બેસી ત્યારે પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો

દીપાલી એકલી કૈલિફોર્નિયા શિફ્ટ થઈ હતી અને ત્યાં મહેનત કરીને સફળતા મેળવી

સુરતની 22 વર્ષની દીપાલી અમેરિકામાં પાયલોટ બની, પ્રથમ વખત વિમાનમાં બેસી ત્યારે પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો
New Update

કહેવત છે ને કે મન હોય તો માળવે જવાય આ યુક્તિને ખરા અર્થમાં સુરતની આ દીકરી સાર્થક કરી બતાવી છે. મૂળ સુરતની 22 વર્ષની યુવતી દીપાલી દાળિયાએ અમેરિકાના કૈલિફોર્નિયામાં પ્રોફેશનલ પાયલોટ બની છે. 2017ની સાલમાં પહેલી વાર વિમાનમાં બેસતી વખતે પ્લેન કેવી રીતે ઉડે છે તે વિચારીને પાયલોટ બનવાનો વિચાર આવ્યો હતો. બસ પછી વિમાનમાં બેસીને જોયેલું સપનું સાકાર કરતાં દીપાલીએ તનતોડ મહેનત કરી દીધી. દીપાલીના પિતા સંજય દાળિયા સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની છે. પાયલોટનું સપનું પુરુ કરવા માટે દીપાલી એકલી કૈલિફોર્નિયા શિફ્ટ થઈ હતી અને ત્યાં મહેનત કરીને સફળતા મેળવી હતી. દીપાલીએ સુરતના અઠવા ગેટની વનિતા વિશ્રામ સ્કૂલમાં SSC સુધી ભણીને 2017માં માતા-પિતા અને ભાઇ સાથે અમેરિકા શિફ્ટ થઇ હતી.

#GujaratConnect #દીપાલી દાળિયા #Dipali Daliya #પાયલોટ #Women Pilot #Pilot In America #Pilot Dipali Daliya #પ્રોફેશનલ પાયલોટ #Professional Pilot
Here are a few more articles:
Read the Next Article