હિન્દુ નામ ધારણ કરીને સુરતમાં રહેતા બાંગ્લાદેશી ઇસમની પોલીસે કરી ધરપકડ, બોગસ આધાર-પુરાવા પણ જપ્ત...

સુરત શહેરના ઉન વિસ્તારમાંથી ખોટુ હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટ, આધારકાર્ડ, પાનકાર્ડ અને LC સાથે બાંગ્લાદેશી ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.

New Update
bangladeshi.jpeg

સુરત શહેરના ઉન વિસ્તારમાંથી ખોટુ હિન્દુ નામ ધારણ કરી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલ ભારતીય પાસપોર્ટઆધારકાર્ડપાનકાર્ડ અને LC સાથે બાંગ્લાદેશી ઇસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યાવહી હાથ ધરી છે.

સુરત SOG પોલીસને બાતમી મળી હતી કેએક બાંગ્લદેશી મુસ્લીમ ઇસમે પોતે ભારતીય નાગરીક હોવાનું પ્રસ્થાપિત કરવા ખોટુ હિન્દુ નામ ધારણ કરી ખોટા આધાર પુરાવા બનાવ્યા છે. જે બાતમી આધારે SOGના અધિકારીએ ઉન વિસ્તારની ચંડાલ ચોકડી નજીક આવેલ રહેમતનગરના મકાન નં. 180 ખાતે દરોડા પાડ્યા હતાજ્યાંથી પોલીસે આરોપી મિનાર હેમાયેત સરદારને ઝડપી પડ્યો હતો. આરોપી પાસેથી બાંગ્લાદેશી જન્મ દાખલોબાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્રબાંગ્લાદેશનું સ્કુલ LC., બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડઆરોપીના ખોટા નામ શુવો સુનીલ દાસના નામના મળી આવ્યા હતા.

આ સાથે જ ભારતીય ડોક્યુમેન્ટ વેસ્ટ બંગાળનું સ્કુલ LC, આધારકાર્ડપાનકાર્ડસ્ટેટ ઓફ કતાર રેસીડેન્સી પરમીટ અસલ કાર્ડભારતીય અસલ પાસપોર્ટમકાનનો ભાડા કરાર કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીની પુછપરછ દરમ્યાન એવી હકીકત જાણવા મળી છે કેતે બાંગ્લાદેશનો વતની છેઅને વર્ષ 2020માં દલાલ મારફતે બાંગ્લાદેશની સાતખીરા બોર્ડર ક્રોસ કરી ભારતમાં ગેરકાયદે રીતે બોનગાઉ ખાતેથી પ્રવેશી સુરત શહેરમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવુ હોય જેથી પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટુ હિન્દુ નામ ધારણ કરી તે નામનું સ્કુલ LC બનાવી તેના આધારે પોતાના ખોટા નામનું આધારકાર્ડ અને પાનકાર્ડ બનાવી લીધું હતું. તે આધારે સુરત ખાતે ઓનલાઇન પાસપોર્ટ મેળવવા અરજી કરી ભારતીય પાસપોર્ટ મેળવી વર્ષ 2021થી 2023 સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટીંગ કામની મજુરી કામ કર્યું હતું. હાલ સુરત ખાતે આવી અહી પણ બાંધકામનું મજુરીકામ કરતો હોવાની હકીકત જણાવેલ હતી. આરોપી વિરુદ્ધ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબત દેશની આંતરીક સુરક્ષાને જોખમમાં મુકનાર હોયજેથી આ લોકો કયા ચોક્કસ રૂટ પરથી ભારત દેશમાં ઘુસણખોરી કરે છે..! તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Latest Stories