નકલી બનાવટ વસ્તુનો રાફડો ફાટ્યો
નકલી ઘી બાદ ડુપ્લીકેટ કોસ્મેટિકનું કૌભાંડ
LCBની ટીમે દરોડા પાડીને કર્યો પર્દાફાશ
પોલીસે 11.78 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
કૌભાંડને અંજામ આપનાર પિતા બે પુત્રોની ધરપકડ
સુરતમાંથી નકલી ઘી બનાવતી ફેક્ટરી બાદ હવે ડુપ્લીકેટ કોસ્મેટિકનું ગોડાઉન ઝડપાયું છે. ઝોન 1 એલસીબી અને પુણા પોલીસે ગોડાઉનમાં દરોડો પાડીને 11.78 લાખનો ડુપ્લીકેટ ચીઝ-વસ્તુઓનો જથ્થો ઝડપાયો છે.પિતા અને બે પુત્ર ડુપ્લીકેટ કોસ્મેટિકનો વેપલો ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર ચલાવતા હતા.
આરોપીઓ કોસ્મેટીક ચીજ-વસ્તુઓનું રો-મટીરીયલ સસ્તામાં બહારથી લાવી અલગ-અલગ કંપનીઓના નામવાળા સ્ટીકરો લગાવી નાની-મોટી બોટલોમાં ભરી વધુ પૈસામાં વેચાણ કરતા હતા. પોલીસે પિતા બાબુ ઉકાભાઈ ચૌહાણ, નિરલ બાબુભાઇ ચૌહાણ અને સિધ્ધાર્થ બાબુભાઈ ચૌહાણની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ડુપ્લીકેટ કોસ્મેટીકને એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશો જેવી વેબસાઈટ પર વેચવામાં આવતી હતી. ખૂબ જ સસ્તામાં ક્રીમ, શેમ્પુ, હેર ઓઇલ સહિતનું ડુપ્લીકેટ બનાવવામાં આવતું હતું.હાલ પોલીસે આ ઘટનામાં ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે.