Connect Gujarat
સુરત 

નામાંકન ના’મંજૂર : સુરત લોકસભા બેઠક-કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ, કોંગ્રેસની લીગલ ટીમ જશે HC

સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું

X

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી

કોંગ્રેસના ઉમેદવારના નામાંકન સામે ભાજપ તરફથી વાંધો

મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી

કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું

કોંગ્રેસ લીગલ ટીમ ગુજરાત હાઇકોર્ટ જશે : શક્તિસિંહ ગોહિલ

સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના નામાંકન સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે કલેક્ટર સમક્ષ સુનાવણી થતાં આ મામલે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું હતું. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. જેને લઈને ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના પોતાના ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું, ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 'ગાયબ' ટેકેદારો માટે HCમાં હેબિયસ કોર્પસ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપવામાં આવી હતી.

જોકે, ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. આ સુનાવણી બાદ આખરે સુરત કલેક્ટર અને ચૂંટણી અધિકારીએ સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કર્યું હતું. તો બીજી તરફ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદમાં યોજેલી પત્રકાર પરિષદમાં સુરત ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ મામલે જણાવ્યુ હતું કે, સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી ભાજપને ફાળ પડી હતી.

સુરતમાં પાટીદારોની નારાજગી, માલધારીની નારાજગી, દલિત, આદિવાસી તમામ જ્ઞાતિનો વિરોધ કર્યો છે. લોકશાહીમાં પ્રતિભાવ વ્યક્ત કરવાનો અધિકાર છે. સુરતના ઉમેદવાર જીતી જશે તેવો ડર હતો એટલે તેમને ડરાવવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસની લીગલ ટીમ ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરશે તેવું પણ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે જણાવ્યુ હતું.

Next Story