તુર્કિસ્તાનમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં સુરતના ઘનશ્યામ ગઢાદરાએ એશિયન કપ ભારતના નામે કર્યો...

એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો, અને આ ખિતાબ ભારતે પોતાના નામે કર્યો

New Update
  • તુર્કિસ્તાનમાં એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપ યોજાય

  • હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં ભારતના સ્પર્ધકે બાજી મારી

  • સુરતના ઘનશ્યામ ગઢાદરાએ કરી બતાવ્યુ શ્રેષ્ઠ પ્રદર્શન

  • 45 મિનિટના ટાસ્કને માત્ર 30 મિનિટમાં જ કરી બતાવ્યો

  • હેર સ્ટાઈલિંગ સ્પર્ધામાં એશિયન કપ ભારતના નામે કર્યો

તુર્કિસ્તાનમાં યોજાયેલા એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં ભારત તરફથી સુરતના ઘનશ્યામ ગઢાદરાએ શ્રેષ્ઠ પ્રદર્શન દાખવી એશિયન કપ ભારતને નામે કર્યો હતો.

હાલમાં જ તુર્કિસ્તાનમાં યોજાયેલી CMC એશિયન ગ્લોબલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હેર સ્ટાઈલિંગ કોમ્પિટિશનમાં 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતોઅને આ ખિતાબ ભારતે પોતાના નામે કર્યો હતો.

જેમાં ભાગ લેનાર સુરતના ઘનશ્યામ ગઢાદરાએ 45 મિનિટના ટાસ્કમાં 30 મિનિટમાં જ સૌપ્રથમ કામગીરી કરી શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ઇંગ્લેન્ડચાઈનારશિયાતુર્કીસ્તાનઅરમાનિયા સહિતના 10 દેશોની વચ્ચે ભારતે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ભારત દેશનું નામ રોશન કરનાર ઘનશ્યામ ગઢાદરાને સૌકોઈએ શુભેચ્છાઓ પાઠવી હતી.

Latest Stories