વિશ્વના ડાયમંડ હબ તરીકે ઓળખાતું એકમાત્ર શહેર ‘સુરત’
હીરા અને ઝવેરાત ક્ષેત્રે તાલીમ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા IDI
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટને નવો ઓપ આપવામાં આવ્યો
રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાના હસ્તે લોકાર્પણ કરાયું
વિદ્યાર્થીઓને મળશે અદ્યતન સુવિધા સાથે નવીન ટેકનોલોજી
સુરત શહેરના કતારગામ વિસ્તાર સ્થિત નવનિર્મિત 'ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ'નું રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિશ્વના ડાયમંડ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરા અને ઝવેરાત ક્ષેત્રે તાલીમ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) ને હવે નવો ઓપ આપવામાં આવ્યો છે. વર્ષ 1978 થી કાર્યરત આ સંસ્થાનું બિલ્ડિંગ સમય જતાં ઘણું જૂનું થઈ ગયું હતું.
આધુનિક સમયની જરૂરિયાતો અને વધતા જતા વિદ્યાર્થીઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને સંસ્થાના સ્ટ્રક્ચરને રિનોવેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે હવે આ ઇન્સ્ટિટ્યૂટ અદ્યતન સુવિધાઓ અને નવીન ટેકનોલોજી સાથે ફરી એકવાર વિદ્યાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ સંસ્થાની કામગીરી બિરદાવીને તેનું લોકાર્પણ કર્યું હતું.