સુરતીઓ હવે, ભૂલથી પણ રોંગ સાઈડ જશો નહીં, પોલીસ કરશે કડક કાર્યવાહી

રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ:હર્ષ સંઘવી

New Update
સુરત શહેરના અલથાણ વિસ્તાર સ્થિત આમ્રપાલી બંગલોઝ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લઈ લોકોની સમસ્યાઓ સાંભળી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. સુરત શહેરના અલથાણ વિસ્તાર સ્થિત આમ્રપાલી બંગલોઝ ખાતે સ્થાનિકોની મુલાકાત દરમ્યાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમે લોકો દિલ ખોલીને કોઈપણ ફરિયાદ કરી શકો છો. મુલાકાત વેળા ગૃહ મંત્રીએ ટ્રાફિકની સમસ્યાને લઈ લોકોને સમજણ આપી હતી. ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, ભૂલથી પણ રોંગ સાઈડ નહીં જતા નહીં તો પોલીસ કડક કાર્યવાહી કરશે.
જો કોઈ કાયદો તોડશે તો હાથમાં પોલીસની સ્લેટ પકડવી પડશે, અને આ બાબતમાં કોઈ જ ભલામણ ચાલશે નહીં. રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં. મારી ઓફિસથી પણ ફોન આવશે તો પોલીસ છોડશે નહીં. રોંગ સાઈડ પર જઈને આપણા પરિવારનું આપણે જોખમ ઊભું કરીએ છીએ. રોંગ સાઈડ પર પોલીસ દ્વારા કેસ કરવાના ચાલુ કરાયા છે. જેથી હવે રોંગ સાઈડ પર પોલીસ સખતાઈથી કાર્યવાહી કરશે. હાલ ટ્રાફિક સિગ્નલ અને નિયમોના કડકાઈ અમલથી  એકસીડન્ટમાં ખૂબ મોટો ઘટાડો થયો છે.
એક અઠવાડિયામાં 20 જેટલા ગંભીર અકસ્માત ઓછા થયા અને ફેટલ પણ ખૂબ ઓછા થયા છે, જેનાથી મોટી સુરતીઓની કોઈ પ્રસિદ્ધિ ન કહી શકાય. સુરતમાં અકસ્માત ઓછા કરવાની આપણી જીત છે. મને આશા છે કે, આજે આપણે સૌ સાથે મળી પૂરી કરીશું. તો બીજી તરફ, અનેક લોકોએ ટ્રાફિકના જુના મેમો આવતા હતા, તેની પણ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. પરંતુ મેમો તો ભરવા જ પડશે તેવું પણ રાજ્યના ગૃહમંત્રીએ જણાવી મેમો અમારી માટે પ્રાથમિકતા નથી, શહેરમાં અકસ્માત રોકવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રાથમિકતા છે તેમ કહ્યું હતું.
Latest Stories