સુરત : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતીમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરાય...

હર્ષ સંઘવી તેમજ અભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતીમાં ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

New Update
  • ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ દ્વારા કાર્યક્રમ યોજાયો

  • ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીઅભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતી

  • દેશના 18 રાજ્યમાંથી પધારેલા સ્કાઉટનું સન્માન કરવામાં આવ્યું

  • બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રહી લોકઉપયોગી થવાની સલાહ

Advertisment

ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા સુરત ખાતે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત ખાતે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ અભિનેતા મુકેશ ખન્નાની ઉપસ્થિતીમાં Indian Scout and Guide Fellowship તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં દેશના 18 રાજ્યમાંથી સ્કાઉટ દ્વારા કરવામાં આવેલી સન્માનનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ સાથે જ શ્રીલંકાથી પધારેલા 2 અને મલેશિયાથી આવેલા સ્કાઉટનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરતની વિવિધ શાળાના 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અભિનેતા મુકેશ ખન્નાએ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી હતી. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તમામ બાળકોને લોક ઉપયોગી થવાની સલાહ આપી હતી.

Latest Stories