UPSC દ્વારા પરીક્ષાનું આયોજન
પાંચ સેન્ટર પર યોજાઈ પરીક્ષા
1605 પરીક્ષાર્થીઓ નોંધાયા
EPFO અને APFCની પરીક્ષા
પરીક્ષાર્થીઓમાં જોવા મળ્યો ઉત્સાહ
સુરત શહેરમાં UPSCની EPFOમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસીસ્ટન પ્રોવિડન્ટ ફંડ કમિશ્નરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા-2025 યોજાઈ હતી.આ પરીક્ષામાં 1605 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
સુરત શહેરમાં UPSCની EPFOમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસીસ્ટન પ્રોવિડન્ટ ફંડ કમિશ્નરની જગ્યાઓ માટેની પ્રવેશ પરીક્ષા-2025 યોજાઈ હતી.આ પરીક્ષા સવારે 9.30થી 11.30 વાગ્યા સુધી શહેરના કુલ 5 કેન્દ્રો પર લેવામાં આવી હતી.
આ પરીક્ષા માટે 1605 ઉમેદવારો નોંધાયા છે. પરીક્ષાર્થીઓ સેન્ટર પર પહોંચી ગયા બાદ તમામનું ચેકિંગ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કેટલાક પરીક્ષાર્થીઓ પ્રવેશ બંધ થયા બાદ આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.આ ક્ષણે પરીક્ષાર્થીઓએ પેપર સારું જવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.