સુરતની આત્મનિર્ભર મહિલાઓ, બનાવે છે કાનુડાના સુંદર વાઘા...

સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે મનમોહીલે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાતજ નહિ પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ છે. 

author-image
By Connect Gujarat Desk
New Update

સુરતની આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે મનમોહીલે એવા કૃષ્ણ ભગવાનના વાઘા સુરત ગુજરાતજ નહિ પણ વિદેશમાં છે ખાસ ડિમાન્ડ છે. આ વર્ષ  જન્માષ્ટમી ના પાવન પર્વ પર આ બન્ને મહિલા એ ખાસ લાલાંના સુદંર વાધા બનાવ્યા છે આપ પણ જુવો

જન્માષ્ટી નજીક આવી રહી છે ત્યારે સુરતમાં મનમોહી લે તેવા કૃષ્ણ ભગવાનના વાઘા બની રહ્યા છે અને આ ભગવાનના વાઘાઓ આત્મનિર્ભર મહિલાઓ બનાવી રહી છે. જન્માષ્ટમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે અને એ માટે બજારમાં અવનવા વાઘાઓની ખરીદી લોકો કરતા હોય છે. કતારગામ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ પિન્કીબેન બ્રહ્મભટ્ટ અને લિનાબેન માણેક છેલ્લા ચાર વર્ષથી કૃષ્ણ ભગવાનના વાઘા બનાવી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થઈ રહ્યા છે.

બંને મહિલાઓ વેસ્ટમાંથી ઘરના લાલા માટે વાઘા બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ અલગ અલગ ડિઝાઈન બનવવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 4 વર્ષથી આ વાઘા બનાવવાનું કામ કરી રહ્યા છે. જેમાં જમાષ્ટી પર કૃષ્ણ ભગવાનગણેશોત્સવ પર ગણેશ ભગવાન અને નવરાત્રિ દરમિયાન માતાજીના વાઘા પણ બનાવવામાં આવે છે. નાના પાયે શરૂ કરી હાલ 10 જેટલી બહેનોને પણ રોજગારી આપવામાં આવી રહી છે.મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા ભગવાનના વાઘાની ડિમાન્ડ સુરત અને ગુજરાતમાં તો છે જ. જોકેઆ વાઘાઓની ડિમાન્ડ આખા ભારત સાથે વિદેશમાં પણ જોવા મળી રહી છે. ભગવાનના વાઘાને પેઈન્ટ અનો પોલિશ પણ હાથે જ કરીએ છીએ. વિદેશમાં કેનેડાલંડન અમેરિકા સહિતનના દેશમાંથી ઓર્ડર આવે છે.

Latest Stories