સુરત : મહોરમ પર્વને લઈ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠક યોજાય

ઉમરા પોલીસ મથક ખાતે હિન્દુ-મુસ્લિમ આગેવાનોને સાથે રાખી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું

New Update

શહેર - જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે મહોરમ પર્વ

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં બેઠક

હિન્દુ-મુસ્લિમ આગેવાનોને સાથે રાખી શાંતિ સમિતિની બેઠક

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 220 જેટલા તાજિયા નીકળશે

કેટલાક અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરાયા : પોલીસ કમિશ્નર

 સુરત શહેર તથા જીલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મહોરમ પર્વ યોજાય તે માટે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

 ઇસ્લામ ધર્મમાં ઇદ’ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છેજયારે મોહરમ એ હઝરત ઇમામ હુસેન અલય્હિસ્સલામ અને અન્ય કરબલાના શહીદોની સ્મૃતિમાં શોકનો તહેવાર છે. આ દિવસે દરેક મુસ્લિમ કરબલાની યાદમાં ઉપવાસ રાખે છેત્યારે આવતીકાલે સુરત શહેર તથા જીલ્લામાં મહોરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સુરતના ઉમરા પોલીસ મથક ખાતે હિન્દુ-મુસ્લિમ આગેવાનોને સાથે રાખી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સુરતમાં 220 જેટલા તાજિયા નીકળશેત્યારે વિવિધ માર્ગ પર વાહન વ્યવહારના રૂટ બદલવામાં આવ્યા છે. તો બીજી તરફકેટલાક અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

 

Latest Stories