સુરત : સ્મીમેર હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરે થાઈ ગર્લને હોસ્ટેલમાં બોલાવી, ઝઘડો થતાં જોવાજેવી થઈ...

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે.

New Update

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજના રેસિડન્ટ ડોક્ટરે હોસ્ટેલમાં થાઈ ગર્લ બોલાવી રંગરેલિયા મનાવે તે પહેલા જ ભાંડો ફૂટ્યો હતો. ચકચારી ઘટના બાદ સ્મીમેર મેડીકલ કોલેજ ચર્ચાના ઘેરામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. રેસિડન્ટ ડોક્ટરે સેટર-ડે નાઇટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં વેસુથી થાઈ ગર્લ બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ડોક્ટરે ચોરી-છૂપીથી થાઈ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો. હોસ્ટેલના રૂમમાં થાઈ ગર્લને લઈ ગયા બાદ રંગરેલિયા મનાવે તે પહેલાં જ ડોક્ટરનો ફજેતો થયો હતો. જોકેરૂમમાં પ્રવેશતા જ કોઈક કારણોસર બન્ને વચ્ચે ઝઘડો થયો હતો.

શાબ્દિક ટપાટપી બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. જેના પગલે સમસમી ઉઠેલી થાઈ ગર્લ પોતાના અસ્ત-વ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઈ હતી. જેને પગલે હોસ્ટેલના અન્ય ડોક્ટરોસ્ટાફ વગેરે પણ બહાર દોડી આવ્યા હતાઅને ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મામલે સ્મીમેર મેડિકલ કોલેજના ડીન દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પહેલા કમિટી બનાવવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. જોકેહોસ્ટેલમાંથી દારૂ અને બિયરની ખાલી બોટલો પણ મળી આવી હતી. હોસ્ટેલમાં સીસીટીવી હોવા છતાં આ પ્રકારના ગોરખ ધંધાઓ સામે તંત્ર દ્વારા આંખ ખાડા કાન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. સ્મીમેરની આબરૂના લીરેલીરા ઉડાવનાર આ ઘટના મધરાત્રે વરાછા પોલીસ મથકે પહોંચી હતીજ્યાં બાદમાં બન્ને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હોવાની પણ વાત સામે આવી છેત્યારે હાલ તો મેડિકલ કોલેજના ડીન દીપક હોવલે દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Latest Stories