સુરત : એક વર્ષ પહેલા સુમુલ ડેરીએ કરેલી મહેનત રંગ લાવી, લમ્પિ વાયરસના માત્ર 2 જ કેસ નોંધાયા

સુમુલ ડેરી દ્વારા એક વર્ષ પહેલા જ 1.60 લાખ જેટલી રસીની ખરીદી કરવામાં આવી હતી, અને તેમાંથી 1.30 લાખ જેટલી રસી પશુઓને આપવામાં આવી છે

New Update
સુરત : એક વર્ષ પહેલા સુમુલ ડેરીએ કરેલી મહેનત રંગ લાવી, લમ્પિ વાયરસના માત્ર 2 જ કેસ નોંધાયા

સમગ્ર રાજ્યમાં પશુઓમાં લમ્પિ વાયરસના કારણે દૂધનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે, ત્યારે પશુમાં થતાં લમ્પિ વાયરસને પહોચી વળવા સુરતની સુમુલ ડેરી દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લમ્પિ વાયરસ એ આજકાલ આવેલો રોગ નથી. ભારતમાં વર્ષ 2019માં તા. 19 નવેમ્બરના રોજ ઓરિસ્સામાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ધીમેધીમે અન્ય રાજ્યોમાં પણ આ રોગે કહેર મચાવ્યો છે. ગયા વર્ષે મહારાષ્ટ્રમાં લમ્પિ વાયરસે હાહાકાર મચાવ્યો હતો.

જેના કારણે સંખ્યાબંધ પશુઓ અસરગ્રસ્ત થયા હતા, ત્યારે હવે ગુજરાતના પશુઓમાં પણ આ વાયરસ જોવા મળી રહ્યો છે. પશુઓમાં ફેલાયેલા લમ્પિ વાયરસને લઈને પશુપાલકો ખૂબ જ ચિંતામાં છે, ત્યારે સુરતની સુમુલ ડેરી દ્વારા લમ્પિ વાયરસને પહોચી વળવા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સુમુલ ડેરીના 80 તબીબોની ટીમ અને 500થી સ્વયંસેવકો દ્વારા સુરત તેમજ તાપીના 6 લાખ જેટલા પશુપાલકોના પશુઓ માટે રસીકરણની કામગીરી શરૂ કરવામાં છે.

મહત્વની વાત તો એ છે કે, લમ્પિ વાયરસના કારણે સુમુલ ડેરી દ્વારા એક વર્ષ પહેલા જ 1.60 લાખ જેટલી રસીની ખરીદી કરવામાં આવી હતી, અને તેમાંથી 1.30 લાખ જેટલી રસી પશુઓને આપવામાં આવી છે. જેના કારણે સુરત સાહિતના આસપાસના વિસ્તારોના પશુઓમાં લમ્પિ વાયરસના લક્ષણો ખૂબ જ ઓછા જોવા મળી રહ્યા છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં સુરત અને તાપી જિલ્લામાં લમ્પિ વાયરસના માત્ર 2 જ કેસ નોંધાયા છે.

Latest Stories