Connect Gujarat
સુરત 

સુરત: આપના નેતાઓ મહેશ સવાણીને મનાવવા પગે પડ્યા, કહ્યું અમારા ઘરમાંથી વડીલ જતા રહ્યા

આમ આદમી પાર્ટી માં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી એ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં પાર્ટી ના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો.

X

ગુજરાતના રાજકારણમાં ફરી એક વાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી માં જોડાયેલ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી એ ગઈકાલે પાર્ટી છોડવાની જાહેરાત કરતાં પાર્ટી ના કાર્યકરોમાં સોપો પડી ગયો હતો.

7 મહિના પહેલા જ સુરતના ઉદ્યોગપતિ અને બાપ વગરની દીકરીઓના લગ્ન કરાવનાર પાલક પિતા મહેશ સવાણીએ સુરત ખાતે જ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનીષ સીસોદીયાના હસ્તે આપની ટોપી પહેરીને વિધિવત રીતે આપમાં જોડાયા હતા પરંતુ માત્ર સાત જ મહિનામાં તેઓ પાર્ટીથી વિમુખ થઈ ગયા હોવાને કારણે ગઈકાલે તેમણે રાજકીય સન્યાસ જાહેર કર્યો હતો.તેમણે અંગત રીતે જણાવ્યું હતું કે તેઓ કોઈ પાર્ટીમાં જોડાવાના નથી.મહેશ સવાણી એ પાર્ટી છોડ્યા બાદ આજે સુરત શહેરના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ભેગા થઈને મહેશ સવાણીની ઓફિસે તેમને મનાવવા માટે પહોંચ્યા હતાં. આપના કાર્યકર્તાઓ દ્વારા મહેશ સવાણીને રજુઆત કરાઈ હતી કે તેઓ તમામ બાબતોને બાજુએ મૂકીને ફરી પાર્ટીમાં જોડાય. આ દરમ્યાન કેટલાંક કાર્યકર્તાઓતો મહેશ સવાણીને પગે લાગીને પણ વિનંતી કરતાં જોવા મળ્યા હતાં. તો કેટલાંક એ મહેશ ભાઈને મનાવવા માટે ઉપવાસ પર ઉતરવાની પણ જાહેરાત કરી હતી.

Next Story