સુરત: કોમન યુનિવર્સિટી એક્ટમાં ફેરફાર,ગેરરીતિના મામલે વિદ્યાર્થી પર થશે પોલીસ ફરિયાદ!

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમલમાં લાવવામાં આવ્યું છે. હાલમાં ફાઇનલ ગેજેટની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમ બહાર પડવામાં આવ્યો છે

New Update

કોમન યુનિવર્સિટી એક્ટના ફાઇનલ ગેજેટમાં નવા નિયમો

પરીક્ષામાં ગેરરીતિ રોકવા નવા નિયમ

દંડની જોગવાઈમાં પાંચ ગણો વધારો કરાયો

2500 થી 10,000 સુધી નાણાકીય દંડની જોગવાઈ

ગેરરીતિના મામલે હવે વિદ્યાર્થી પર પોલીસ ફરિયાદ પણ કરાશે

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે ફાઇનલ ગેજેટમાં નવા નિયમો બનાવ્યા છે.હવે પરીક્ષામાં ગેરરીતિ પકડાશે તો વિદ્યાર્થી સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે. 

વર્તમાન સમયમાં પેપર લીકની ઘટનાઓ પ્રકાશમાં આવી હતીત્યાર બાદ NEET પરીક્ષાના પરિણામમાં ભારે ગોબાચારીની ઘટના બની હતીશિક્ષણક્ષેત્રે કૌભાંડોની હારમાળા લાગતા હવે યુનિવર્સિટી દ્વારા સંસ્થાના નીતિ નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.અને આવું જ કઈંક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમલમાં લાવવામાં આવ્યું છે. હાલમાં ફાઇનલ ગેજેટની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમ બહાર પડવામાં આવ્યો છે.

અને આ નવા નિયમ રાજ્યની 14 યુનિવર્સિટીમાં લાગુ કરવામાં આવ્યા છે,જેને અનુલક્ષીને હવે VNSGU દ્વારા પણ પોતાના ગેજેટમાં ફેરફાર કરવામાં આવ્યા છે,અને જણાવવામાં આવ્યું છે કે યુનિવર્સિટીમાં ચાલતા દંડની જોગવાઈમાં પાંચ ગણો વધારો કરાયો છેજેમાં 2500 થી લઈને 10,000 સુધી નાણાકીય દંડની જોગવાઈ કરવામાં આવી છે.જેના કારણે ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓને નાણાકીય દંડનો પણ હવે ડર રહેશે.

આ ઉપરાંત કોઈપણ વિદ્યાર્થી યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો વર્ષનું પરિણામ રદ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.વધુમાં વિદ્યાર્થી ના ગેરરીતિના મામલે હવે વિદ્યાર્થી પર પોલીસ ફરિયાદ પણ કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

   

Latest Stories