સુરત : ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના નાનકડા ફ્લેટમાં ચાલતું સાયબર ક્રાઈમ નેટવર્ક ઝડપી પાડ્યું,9 શખ્સો પોલીસના સકંજામાં

સુરત સાયબર ક્રાઇમની ટીમે મધ્યપ્રદેશના રીવા ખાતેથી સાયબર ફ્રોડ ગેંગને દબોચી લીધી હતી,અને 9 આરોપીઓની ધરપકડ કરીને  વધુ તપાસ શરૂ કરી.....

New Update
  • સુરત સાયબર ક્રાઇમ સેલેને મળી સફળતા

  • મધ્યપ્રદેશમાંથી સાયબર ફ્રોડ મોટી ગેંગને ઝડપી પાડી

  • નાના ફ્લેટમાંથી ચલાવવામાં આવતું હતું નેટવર્ક

  • પોલીસે નવ ભેજાબાજોની કરી ધરપકડ

  • કોર્ટે આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા 

સુરત સાયબર ક્રાઈમની ટીમે જ્યારે મધ્યપ્રદેશના રીવા ખાતે શિલ્પી ઉપવનના ફ્લેટમાં દરોડો પાડ્યોત્યારે દ્રશ્ય ચોંકાવનારૂ હતું. એક જ નાના રૂમમાં જમીન પર ગાદલા પાથરીને નવ જેટલા સાયબર ગઠિયાઓ દેશભરમાં ઠગાઈનું નેટવર્ક ચલાવી રહ્યા હતા. પોલીસ અંદર પ્રવેશી ત્યારે બે આરોપીઓ તો નિરાંતે સુતા હતાજ્યારે અન્ય લેપટોપ અને મોબાઇલ પર મશગૂલ હતા.

આ ગેંગ શિકારને ફસાવવા માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. તેઓ ભોગ બનનારને ડરાવી કે લાલચ આપીને એક ફેક ડિજિટલ લિંક મોકલતા હતા. જેવી વ્યક્તિ આ લિંક પર ક્લિક કરેકે તરત જ આરોપીઓ તે વ્યક્તિના મોબાઈલ ફોનનું રિમોટ એક્સેસ મેળવી લેતા હતા. આ એક્સેસની મદદથી તેઓ ફોન હેક કરી દેતા અને પીડિતના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા. ઓટીપી પણ તેઓ જાતે જ રીડ કરી લેવાની ક્ષમતા ધરાવતા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કેઆ આરોપીઓ માત્ર બેંક ફ્રોડ જ નહોતા કરતાપરંતુ BetBook247.com નામની ગેમિંગ વેબસાઈટના માધ્યમથી મોટું રેકેટ ચલાવતા હતા. તેઓ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકોની જીતેલી રકમ ચૂકવવા માટે અથવા નવા લોકોને આઈડી પૂરા પાડવા માટે કરતા હતા. લૂંટના નાણાં વ્હાઈટ કરવા માટે તેઓ ગેમિંગ વેબસાઈટને એક મજબૂત કવર તરીકે વાપરતા હતા.

પોલીસ ટીમે દરોડા દરમિયાન રીવા સ્થિત ફ્લેટમાંથી 27 મોબાઈલ ફોન3 લેપટોપ અને મોટી સંખ્યામાં ડેબિટ કાર્ડસિમ કાર્ડ તેમજ પાસબુક જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે. અને કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Latest Stories