/connect-gujarat/media/post_banners/230c5e1e5c60606ae36a5a34a16f177b9dc894158561f5ae8e31279003f84996.jpg)
સુરતના માંડવી ખાતે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે રૂ.૫ કરોડના ખર્ચે માંડવી નગરપાલિકાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે સુરત જિલ્લાના માંડવી ખાતે રૂ.૫ કરોડના ખર્ચે માંડવી નગરપાલિકાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રૂ.૪.૬૧ કરોડના સાત કામોના ખાતમુહૂર્ત અને રૂ.૪૯.૧૦ લાખના ૩ કામોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.આ કામો દ્વારા માંડવીના નગરજનો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થશે.યોજાયેલ ખાતમુહુર્ત કાર્યક્રમમાં માંડવી નગર પાલિકા પ્રમુખ રેખાબેન વશી,પાલિકાના કારોબારી અધ્યક્ષ સાલીન શુક્લ સહિત નગરના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.