New Update
/connect-gujarat/media/post_banners/a8137eb38ab272930396413395861a19566ad86cd3f974d509430965b4263dcd.jpg)
સુરત શહેરના લિંબાયત ઝોનના ડીંડોલી વિસ્તારમાં નવનિર્મિત ફલાવર ગાર્ડનનું મેયર હેમાલિ બોઘાવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસની સાથોસાથ શહેરીજનોના આરોગ્યની સુખાકારી, પર્યાવરણની જાળવણી અને બાળકોના આનંદપ્રમોદ માટે લિંબાયત ઝોનના ડીંડોલી વિસ્તારમાં વૈવિધ્યસભર નયનરમ્ય પુષ્પો તથા ફુલોની વિભિન્ન શિલ્પ કૃતિઓથી સુશોભિત નવનિર્મિત ફ્લાવર ગાર્ડનનું મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે લોકાર્પણ આવ્યું. આ ફ્લાવર ગાર્ડન 4.5 હેક્ટરમાં 1 લાખ 60 હજાર ફૂલોના છોડ પણ રાખવામાં આવ્યા છે.
Latest Stories