સુરત : દિવ્યાંગ રોહને અશક્યને શક્ય કરી બતાવ્યું,સ્વિમિંગમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

રોહન ચાસીયા દ્વારા અશક્યને શક્ય કરી બતાવ્યું છે,ડોક્ટરે તેમને સ્વિમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી,પરંતુ મજબૂત મનોબળથી સ્વિમર રોહને સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી

New Update
  • દિવ્યાંગ રોહનની સ્વિમિંગમાં ઝળહળતી સફળતા

  • ડોકટરે સ્વિમિંગ સર્ટિફિકેટમાં સહી કરી નહોતી 

  • માતાપિતાના સહકાર અને મજબૂત મનોબળથી મેળવી સિદ્ધિ

  • સ્વિમિંગ સ્પર્ધામાં મેળવ્યો ગોલ્ડ મેડલ

  • ખેલ મહાકુંભમાં ટ્રાઈસીકીલ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

સુરતના દિવ્યાંગ રોહન ચાસીયા દ્વારા અશક્યને શક્ય કરી બતાવ્યું છે,ડોક્ટરે તેમને સ્વિમિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી,પરંતુ મજબૂત મનોબળથી સ્વિમર રોહને સ્વિમિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી હતી.

સુરતના સ્વિમર રોહન ચાસીયાનો જન્મ વર્ષ 1998માં થયો હતો. રોહનને જન્મથી જ 90 ટકા દિવ્યાંગતા હોવાના કારણે અન્ય બાળકોની જેમ દોડવુંરમવુંનાચવુએ સપનાથી વધુ કંઈ નહોતું. કમરથી નીચેનો ભાગ કોઈપણ પ્રકારની હિલચાલ કરી શકતો નહોતો. માતા-પિતાએ રોહનને શ્રેષ્ઠ ડોક્ટરોને બતાવ્યો પણ ડોક્ટરોએ પણ કહી દીધું હતું કેઆની સારવાર કોઈપણ દેશમાં શક્ય નથી. આ વાત એક સામાન્ય વ્યક્તિ માટે નિરાશાનું કારણ બની શકેપણ રોહન માટે આ એક ચેલેન્જ હતી.

રોહન ચાસીયાએ પોતાની સંઘર્ષભરી જીવનયાત્રામાં વર્ષ 2015માં ધોરણ 12ની પરીક્ષામાં બે વિષયમાં ફેલ થયો હતો. એ સમય દરમિયાન રોહને સ્વિમિંગ જોઈન્ટ કરવાનો નિર્ણય લીધો હતો.અને સ્વિમિંગ કોચને મળીને સ્વિમિંગ જોઈન્ટ કર્યું હતું,જોકે રોહનની દિવ્યાંગતાને કારણે ડોકટરે પણ સ્વિમિંગ ફોર્મમાં સહી કરવાની ના પાડી દીધી હતી. જ્યારે રોહનના માતા પિતાએ તેને પૂરો સાથ સહકાર આપીને હિંમત આપી હતી.

સ્વિમિંગની ટ્રેનિંગ લીધા બાદ કર્ણાટકનાં ગેલગામ ખાતે યોજાયેલી નેશનલમાં જુનિયર બોયઝની એસ 8 કેટેગરીમાં 50 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બ્રેક સ્ટ્રોકમાં રોહને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.રોહનને  ડિસેબિલિટી કોઇ દિવસ આડે આવી નથી.વર્ષ 2013માં ખેલ મહાકુંભમાં દિવ્યાંગ કેટેગરીમાં 100 મીટર ટ્રાઇસિકલ રેસ અને ડાર્ટ ગેમમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.પછી નેશનલ પેરાલંપિક સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળ્યા હતા.

Read the Next Article

સુરતના ઇતિહાસની પ્રથમ ઘટના..! : કારની અડફેટે શ્વાનને કચડી મારનાર અજાણ્યા કારચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય...

સુરતના અડાજણ વિસ્તારમાં અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

New Update
  • અડાજણ વિસ્તારમાં એક કાર ચાલક બન્યો બેફામ

  • કારની અડફેટમાં લેતા શ્વાનનું ઘટનાસ્થળે જ મોત

  • બનાવના પગલે આસપાસથી લોકોના ટોળાં એકત્ર

  • એક જાગૃત નાગરિકે અડાજણ પોલીસને જાણ કરી

  • અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ કરાયો

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કારની અડફેટે શ્વાનનું મોત નિપજતા પોલીસ મથકે ફરિયાદ નોંધાય હોવાનો સુરતમાંથી પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આજીવન સૃષ્ટિમાં દરેકને જીવવાનો અધિકાર છે. તેવામાં સુરતમાંથી મૂંગા પશુઓ પર થયેલ અત્યાચારની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક રખડતા શ્વાન પર કાર ચલાવી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. અડાજણ વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે શ્વાનને અડફેટમાં લીધું હતું. જેના પગલે શ્વાનને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બનાવના પગલે આસપાસના લોકો ભેગા થયા હતાજ્યાં એક જાગૃત નાગરિક દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પંચનામું કરી મૃત શ્વાનને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી પશુ ચિકિત્શાલય ખસેડ્યું હતું. આ સાથે જ અડાજણ પોલીસે આ બાબતે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.