/connect-gujarat/media/post_banners/18c6dfd7a0869f2f486442853c6e93050b4dac8ad9fb94059abea9ad2a52be3f.webp)
સુરત શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ વખતે કાપોદ્રા વિસ્તારમાં આ અકસ્માત થયો છે જેમાં ચાર રસ્તા પાસે પાંચ લોકોને અડફેટે લીધા છે. સાજન પટેલ નામના કાર ચાલકે પાંચ લોકોને અડફેટે લીધાના સમાચાર છે. અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
કાપોદ્રા પોલીસે કાર ચાલક સાજન પટેલની અટકાયત કરી છે. આરોપી વાહનોનો લે-વેચનો ધંધો કરતો હોવાની માહિતી સામે આવી છે.હાલમાં જ સુરતમાં બાઈક ઉપર જોખમી સ્ટંટ કરી રીલ્સ માટેના વીડિયો બનાવાનું બે યુવકોને ભારે પડ્યું હતું. થોડા દિવસ પહેલા અઠવાલાઇન્સ વિસ્તારનો બાઈક પર જોખમી સ્ટંટ કરતો રીલ્સનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં ઉમરા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે સ્ટંટ કરનાર બે યુવકોની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. બંને મિત્રએ એક જ બાઈક પર વારાફરતી જોખમી સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતા.