Connect Gujarat
સુરત 

સુરત : ઓલપાડમાં ના પાકનું અસ્તિત્વ જોખમમાં, “વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ” રોગ આવતા ખેડૂતોને મોટી નુકશાની...

. ‘વ્હાઈટ ટચ’ની માફક ‘વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ’ની અસર થતા ઝીંગા ટપોટપ નાશ પામે છે. ઝીંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

X

ઓલપાડમાં ઝીંગામાં આવ્યો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ રોગ

અનેક તળાવોમાં ઝીંગાનો પાક સંપૂર્ણપણે થયો નાશ

ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત કફોડી

દક્ષિણ ગુજરાતમાં એક માત્ર વર્ષે ઝીંગા ઉછેર થકી કરોડોનો વેપાર કરતાં ઓલપાડ તાલુકાનો ઝીંગા ઉદ્યોગ ફરીવાર વ્હાઈટ સ્પોટ સિંડ્રોમના રોગની ચપેટમાં આવતા ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોની હાલત કફોડી બનવા સાથે મોંમાં આવેલો કોળિયો છીનવાઇ જવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ઝીંગા ઉછેરનો વ્યવસાય મોટાપાયે ચાલે છે. આ ઝીંગાની રાજ્ય બહાર મોટી માંગ હોવાથી અહીંના ઝીંગા મોટા પાયે એક્સપોર્ટ કરાય છે. ઝીંગા ઉછેરમાં તગડી કમાણી હોવા સાથે એટલો મોટો ખતરો પણ રહેલો છે. સુરત જિલ્લામાં અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં ઝીંગા તળાવો પર અત્યાર સુધી વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાઇરસ નામનો રોગ આવતો રહ્યો છે. 3 વર્ષ અગાઉ અટેલે કે, વર્ષ 2020માં પણ ઝીંગા ઉછેર ઉદ્યોગને ‘વ્હાઈટ ટચ’ નામનો રોગ નોંધાયો હતો.

નિષ્ણાતોના કહેવા મુજબ, ‘વ્હાઈટ ટચ’ અને ‘વ્હાઇટ સ્પોટ’ આ બન્ને રોગ પર નિયંત્રણ મેળવવા કોઈ દવા ન હોવાથી એક અંદાજ મુજબ, એક ખેડૂતને ઓછામાં ઓછું રૂ. 30 લાખથી લઈ 90 લાખ સુધીનું નુકશાન થતું હોવાનું સામે આવ્યું હતું. વાઇરસથી ફેલાતા આ રોગની ચપેટમાં આવતા તળાવોમાં તૈયાર થયેલા ઝીંગાનો પાક ખૂબ ઓછા સમયમાં સંપૂર્ણપણે નાશ થાય છે. ‘વ્હાઈટ ટચ’ની માફક ‘વ્હાઇટ સ્પોટ સિંડ્રોમ’ની અસર થતા ઝીંગા ટપોટપ નાશ પામે છે. ઝીંગા તળાવોમાં ફેલાતો વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ઓલપાડ તાલુકાની વાત કરીએ તો દરિયાઈ પટ્ટીના ગામો પૈકી મોર, ભગવા, દેલાસા, દાંડી, લવાછા, મંદ્રોઈ, પીંજરત, સરસ, કપાસી તથા કરંજ પારડી સહિતના અનેક ગામોમાં મોટાપાયે ઝીંગા ઉછેર કરાય છે, ત્યારે ભગવા, મોર, લવાછા,દેલાસા, કુદીયાણા, સરસ જેવા ગામોમાં હાલના તબક્કે ઝીંગાના તળાવો પર ‘વ્હાઈટ સ્પોટ સિંડ્રોમ’ રોગે જોર પકડ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઝીંગા ઉછેર સાથે સંકળાયેલા ખેડૂતોના કહેવા મુજબ રોગની ઝપેટમાં આવેલા અનેક તળાવોમાં ઝીંગાનો પાક સંપૂર્ણપણે નાશ થવા સાથે તાલુકામાં અંદાજીત રૂ. 100 કરોડથી વધુનું નુકશાન થવાની શક્યતા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તો બીજી તરફ, હજુ અનેક તળાવોમાં ઝીંગાના પાકનું અસ્તિત્વ જોખમમાં છે. વ્હાઇટ સ્પોટ સિન્ડ્રોમ પણ એક રોગ છે, જે સંબંધિત વાઇરસથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. જે ખૂબ જીવલેણ હોવાથી મૃત્યુદર થોડા દિવસોમાં 100 ટકા સુધી થઈ શકે છે. આ રોગના લક્ષણોમાં ઝીંગાની પીઠ પર સફેદ ચકામા અને પાચકગ્રંથીના અવયવો લાલ થઈ જાય છે. જેના કારણે અસરગ્રસ્ત ઝીંગા મૃત્યુ પામતા પહેલા સુસ્ત બની જાય છે.

Next Story