સુરત: કર્મકાંડી ભુદેવની દીકરીએ યુવા મહોત્સવની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો

યુવા મહોત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ, વકતૃત્વ સહિતની જુદી-જુદી 40 જેટલી સ્પર્ધા  3 દિવસ દરમિયાન યોજાય હતી. આ મહોત્સવમાં અલગ-અલગ સ્પર્ધાનાં મળીને કુલ 800 કરતા વધારે સ્પર્ધકોએ  ભાગ લીધો. 

New Update
yuva Utsav 2024

રાજકોટ શહેરનાં હેમુગઢવી હોલ ખાતે તારીખ 7 ડિસેમ્બર સુધી રાજ્યકક્ષાનાં યુવા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટનાં મેયર નયનાબેન પેઢાડિયાનાં હસ્તે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. મહોત્સવમાં લોકવાર્તા, દુહા-છંદ તેમજ ચોપાઈ, વકતૃત્વ સહિતની જુદી-જુદી 40 જેટલી સ્પર્ધા  3 દિવસ દરમિયાન યોજાય હતી. આ મહોત્સવમાં અલગ-અલગ સ્પર્ધાનાં મળીને કુલ 800 કરતા વધારે સ્પર્ધકોએ  ભાગ લીધો. 

Sanskruti Bhatt

રાજ્યકક્ષાના યુવા મહોત્સવની વકૃત્વ સ્પર્ધામાં સુરતની સંસ્કૃતિ પરેશભાઈ ભટ્ટે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે.સંસ્કૃતિ ભટ્ટ નાનપણથી જ આ અંગેની રુચિ ધરાવે છે. સૌ પ્રથમ તેણે જિલ્લા કક્ષાએ ત્યારબાદ ઝોન કક્ષાએ અને હવે રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. સંસ્કૃતિ ભટ્ટના પિતા પરેશ ભટ્ટ પણ ગુજરાત સ્ટેટ યોગ એસો. આગવું સ્થાન ધરાવે છે. અને યોગ શિક્ષક તરીકે ટ્રેનિંગ પણ આપે છે તો કર્મકાંડ સાથે પણ સંકળાયેલા છે ત્યારે સંસ્કૃતિએ રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમ હાંસલ કરી પરિવાર સહિત સમગ્ર સુરતનું નામ રોશન કર્યું છે.
Latest Stories