સુરત : મહારાષ્ટ્રના જલગાંવથી રૂ. 20 લાખના MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા ઈસમની LCB પોલીસે ધરપકડ કરી...

બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી સુરતમાં 200 ગ્રામ MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા એઝાઝ ઉર્ફે છોટ્યા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો

New Update

ઉમરવાડા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસના દરોડા

સલીમનગર ઝુપડપટ્ટીમાંથી પોલીસે ઇસમને ઝડપ્યો

રૂ. 20 લાખની કિંમતના MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

મહારાષ્ટ્રથી સુરત ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો ઈસમ

પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 

સુરત શહેરના ઉમરવાડા વિસ્તારની સલીમનગર ઝુપડપટ્ટીમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રેડ કરી રૂ. 20 લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો.

સુરત શહેર તથા જિલ્લામાં નશાના કાળા કારોબારનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. જેના કારણે યુવાપેઢી જોખમમાં મુકાય રહી છે. જોકેસુરત પોલીસ પણ નશાના નેટવર્કને તોડી પાડવા માટે સક્રિય બની છે. તાજેતરમાં જ પોલીસે મોટી કાર્યવાહી કરીને રૂ. 20 લાખની કિંમતનો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉમરવાડા વિસ્તારમાં ચીમની ટેકરાની સલીમનગર ઝુપડપટ્ટીમાં રેડ કરી હતીજ્યાં મહારાષ્ટ્રના જલગાંવથી સુરતમાં 200 ગ્રામ MD ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા એઝાઝ ઉર્ફે છોટ્યા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતોત્યારે હાલ તો પોલીસે ડ્રગ્સ સહિતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories