Connect Gujarat
સુરત 

સુરત : વિદ્યુત સહાયક-DGVCLની પરીક્ષાના પેપર લીક મામલે મહુવા પોલીસે 13 આરોપીની કરી ધરપકડ.

સુરત જિલ્લાના મહુવા તાલુકાની કોલેજોમાં વિદ્યાર્થીઓએ DGVCLની વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા આપી હતી.

X

સુરત જિલ્લાના મહુવા તાલુકાની કોલેજોમાં વિદ્યાર્થીઓએ DGVCLની વિદ્યુત સહાયકની ભરતી માટે પરીક્ષા આપી હતી. જોકે, આ પરીક્ષાના પેપર લીક થવા મામલે મહુવા પોલીસે 19 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી, ત્યારે હાલ તો પોલીસે 13 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યમાં પેપર લીક કાંડનો રેલો હવે સુરત જિલ્લામાં આવ્યો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ગત જુલાઈ માસમાં રાજ્યભરમાં વિવિધ કેન્દ્રો પર 1500 જેટલા વિદ્યાર્થીઓએ બારડોલી-મહુવા રોડ પાર આવેલ માલિબા કોલેજ અને ઉકા-તરસાડીયા યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે, આ પરીક્ષામાં પેપરના ફોટા પાડી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા, ત્યારે વીજ કંપનીએ તપાસ કરતાં ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી સમગ્ર મામલે DGVCLના એચ.આર. વડાએ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

જોકે, તા. 15 જુલાઈના રોજ મહુવા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ બાદ સમગ્ર મામલો શાંત પડી ગયો હતો. પરંતુ રાજ્યમાં બિન સચિવાલયની હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું. જેથી પોલીસે 19 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે પૈકી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ વલસાડ અને નવસારી જિલ્લાના હોવાનું બહાર આવ્યું છે, ત્યારે તમામ આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Next Story