સુરત : અલથાણ વિસ્તારની મલેરિયાગ્રસ્ત મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું...

મહિલાની તબીયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઉમરા પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી

New Update

સુરત શહેર તથા જીલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું

ચોમાસાની સીઝન શરૂ થતાં ઠેર ઠેર રોગચાળો ફાટ્યો

ડેન્ગ્યુમલેરિયાગેસ્ટોના કેસમાં નોંધાયો સતત વધારો

મલેરિયાગ્રસ્ત મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત

પીએમ રિપોર્ટ બાદ મોતનું કારણ બહાર આવશે : CMO

 સુરત શહેર તથા જિલ્લામાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છેતેવામાં અલથાણ વિસ્તારની મલેરિયા પોઝિટિવ મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે. જેના કારણે સુરતની નવી સિવિલ અને સરકારી હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતાત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા છે.

તો બીજી તરફડેન્ગ્યુમલેરિયાગેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે. તેવામાં સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય અંગુરી નામની મહિલાને મલેરિયા પોઝિટિવ આવતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મહિલા સતત 2 દિવસથી તાવની બીમારીથી પીડાતી હતી.

જોકેમહિલાની તબીયત વધુ લથડતા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતીજ્યાં મહિલા દર્દીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઉમરા પોલીસે મહિલાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છેજ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મહિલાના મોત અંગેનું સાચું કારણ બહાર આવશે તેમ સિવિલ હોસ્પિટલના CMOએ જણાવ્યુ હતું.

 

#Surat #malaria #Malaria Dieses #મલેરિયા
Here are a few more articles:
Read the Next Article