Connect Gujarat
સુરત 

સુરત: પલસાણાના જોળવા ખાતે 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી

X

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ખાતે સમગ્ર પંથકને હચમચાવતી ઘટના બની હતી.11 વર્ષની માસૂમ બાળાને અજાણ્યા નરાધમે પોતાના હસવનો શિકાર બનાવી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો

સુરતના કામરેજના પાસોદ્રા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યા પ્રકરણની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં તો પલસાણા તાલુકાના જોળવા વિસ્તારમાં રવિવારના રોજ ઔદ્યોગિક એકમોની ધમધમતા જોળવાના પરપ્રાંતીય વિસ્તારમાં સાઈબા મિલની સામે આવેલ એક બિલ્ડિંગમાં ભાડેથી રહેતા પરિવારમાં બે બાળા હતી. રવિવારે બે બાળા ઘરે એકલી હતી અને માતાપિતા નોકરી ઉપર ગયા હતા. સાંજના સમયે 7 વર્ષની બાળા બિસ્કિટ લેવા માટે દુકાને ગઇ હતી. એ સમયે 12 વર્ષની બાળા એકલી હતી અને ત્યારે અજાણ્યો નરાધમ આ બાળકીને ત્યાંથી આજ બિલ્ડીંગના અન્ય એક બંધ રૂમમાં લઈ ગયો હતો. હવસખોરે માસૂમ બાળાને પીંખી નાખી હતી. બાળકી લોહીલુહાણ હાલતમાં કણસતી હતી અને નરાધમ બાળકીને રૂમમાં બેભાન અવસ્થામાં મૂકીને તાળું મારીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

સાંજે બાળકીના માતાપિતા આવતા બાળકી નજરે નહિ પડતા તેની શોધખોળ હાથ ધરી હતી. એક અવાવરું રૂમને તાળું નજરે પડતા પરિવારે રૂમનું તાળું તોડીને જોતા બાળકી લોહીલુહાણ હાલતમાં મળી હતી. જેથી સારવાર માટે કડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાં તબીબ નહિ મળતા બાળકીને ત્યાંથી ચલથાણની ખાનગીની હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં સુધી મોડું થઈ જતા માસૂમ બાળકીનું મોત નીપજયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને શંકમંદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે

Next Story