સુરત:પોલીસે શરૂ કર્યું ગુજરાતનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ,ડ્રગ્સના આદિ લોકોને રિહેબિલિટેટિવ કરાશે

ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીન છે. આ મશીનની ખાસિયત એવી છે કે, તે માત્ર 60 સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે.

New Update
  • સુરતમાં ડ્રગ્સના બંધાણીઓની હવે ખેર નહીં

  • રાજ્યનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું

  • આ યુનિટ પાસે છે 15 લાખનું વિશેષ મશીન

  • માત્ર 60 સેકન્ડમાં જ પકડાશે ડ્રગ્સ લેનાર

  • ડ્રગ્સના બંધાણીઓને કરશે રિહેબિલિટેટિવ 

સુરત શહેરમાં વધતા ડ્રગ્સના કેસોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ગુજરાતનું પહેલું એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિટ પાસે 15 લાખનું વિશેષ મશીન છે. આ મશીનની ખાસિયત એવી છે કેતે માત્ર 60 સેકન્ડમાં જ જણાવી શકે છે કે કોણે ડ્રગ્સ લીધું છે. ડ્રગ્સ લેતા અને રેવ પાર્ટી યોજતા લોકો માટે આ એક મોટી ચેતવણી છે.

સુરતમાં વધી રહેલા ડ્રગ્સના કેસોને ધ્યાનમાં રાખીને પોલીસે આધુનિક ટેક્નિક વિકસાવી છે,અને ગુજરાતનું પ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ 15 લાખ રૂપિયાનું રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ પોલીસે ખરીદ્યું છે.જેને ડ્રગ્સ ડિટેક્શન એનેલાઈઝર કહેવામાં આવે છે.આ મશીન વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે.

આ મશીનની ખાસિયત એ છે કે તે સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકાય છે. આ એક પ્રકારનું મોબાઈલ રેપિડ ડ્રગ્સ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છેજેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. પોલીસને કોઈ વ્યક્તિએ ડ્રગ્સ લીધાનો સંદેહ હોય તો મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે તે સાધનનો ઉપયોગ કરીને તે વ્યક્તિના મોં માંથી લાળનું સેમ્પલ લેવામાં આવે છે.

આ સેમ્પલ મશીનમાં નાખ્યા પછી માત્ર 60 સેકન્ડમાં ખબર પડી જાય છે કે તે વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં.અગામી 31મી ડિસેમ્બર સહિતના માહોલને ધ્યાનમાં રાખીને પોલીસે કમરકસી છે,અને ડ્રગ્સના બંધાણીઓને રિહેબિલિટેટિવ કરવાના પ્રયત્નો પણ પોલીસ દ્વારા કરવામાં આવશે.

Latest Stories