સુરત : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસનો ઉત્સાહ, ડિસ્કાઉન્ટ દિવસ તરીકે કરવામાં આવશે ઉજવણી

સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગને અનોખી રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.અને આ દિવસ પ્રસંગને ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવશે

New Update
  • પ્રધાનમંત્રીના જન્મદિવસની ઉજવણીનો ઉત્સાહ

  • સેવા પખવાડિયાની કરવામાં આવી રહી છે ઉજવણી

  • PMના જન્મદિવસે ડિસ્કાઉન્ટ ડેની કરવામાં આવશે ઉજવણી

  • દુકાનોમાં 5થી લઈને 100 ટકા ડિસ્કાઉન્ટ લોકોને મળશે

  • વય વંદના કાર્ડના 3000 લાભાર્થી અંબાજીમાં કરશે પૂજા 

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ પ્રસંગની ઉજવણીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે,અને શહેરના પશ્ચિમ વિભાગમાં આ દિવસને યાદગાર બનાવવા માટે ડિસ્કાઉન્ટ ડે તરીકે ઉજવવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે,ત્યારે બીજી તરફ સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં પીએમ મોદીના જન્મદિવસ પ્રસંગને અનોખી રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.અને આ દિવસ પ્રસંગને ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવવામાં આવશે.જેમાં હોસ્પિટલ,ઇલેક્ટ્રિક શોપમોબાઈલ શોપશાકભાજી માર્કેટરિક્ષા ભાડુકરીયાણા શોપફરસાણ શોપરેસ્ટોરન્ટજ્યુસ શોપહેર કટિંગની દુકાનોમાં 5 થી લઈને 100 ટકા ડિસ્કાઉન્ટ લોકોને આપવામાં આવશે.

આ ઉપરાંત સુરતની કેટલીક હોસ્પિટલોમાં જો બાળકીનો જન્મ થાય તો પ્રસુતિ ચાર્જ માફ કરવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.આ ઉપરાંત વય વંદના કાર્ડના 3000 લાભાર્થી અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરશે અને અંબાજીથી વડનગરની મુલાકાત પણ આ લાભર્થી વડિલો કરશે.વધુમાં વડનગરમાં સુપ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરે યોજાનારા યજ્ઞનો પણ આ વડીલો દર્શનનો લ્હાવો લઈને સુરત પરત આવશે.

Latest Stories