સુમુલ ડેરીના પ્રશાસનનો મોટો નિર્ણય
ગાય અને ભેંસના દૂધના કિલો ફેટના ભાવમાં વધારો
ગાય દૂધમાં રૂ.20,ભેંસના દૂધમાં રૂ.10નો વધારો
દૂધના ભાવ વધારાથી પશુપાલકોમાં ખુશી
સુરત અને તાપીના 2.50 લાખ પશુપાલકોમાં ખુશીની લહેર
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સુમુલ ડેરીનો ઐતિહાસિક નિર્ણયથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.ગાયના દૂધમાં રૂપિયા 20 અને ભેંસના દૂધમાં રૂપિયા 10નો કિલો ફેટે વધારો કરવામાં આવ્યો છે.
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે અત્યારના સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. મોંઘવારીના જમાનામાં પશુપાલકોની આવકમાં વધારો કરવા માટે સુમુલ ડેરી પ્રશાસન દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.નવા ભાવ મુજબ, ગાયના દૂધમાં કિલો ફેટે રૂપિયા 20નો વધારો થયો છે, એટલે કે રૂપિયા 830થી વધીને હવે રૂપિયા 850 મળશે. જ્યારે ભેંસના દૂધમાં કિલો ફેટે રૂપિયા 10નો વધારો થતા નવો ભાવ રૂપિયા 880 થયો છે.
આ નિર્ણયથી સુરત અને તાપી જિલ્લાના અંદાજે અઢી લાખ જેટલા પશુપાલકોને સીધો ફાયદો થશે. ગણતરી મુજબ, પશુપાલકોના ખિસ્સામાં વાર્ષિક 50 કરોડ રૂપિયાનો ફાયદો થશે તેમ કહેવામાં આવી રહ્યું છે.