સુરત : કાપડ ઉદ્યોગમાં ચાર મહિનાના એડવાન્સ બુકિંગથી રાહત,મંદ પડેલા વેપારમાં તેજી આવતા ઉદ્યોગકારોમાં ખુશી

સુરતના કાપડ ઉદ્યોગમાં ઉનાળાની મંદી પછી હવે તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર-જેકાર્ડમાં બનતી સાડી માટે તો દેશભરમાંથી માંગ વધી રહી છે

New Update
  • ઉનાળા પછી કાપડ ઉદ્યોગમાં આવી તેજી

  • તહેવારોની મોસમ કાપડ ઉદ્યોગ માટે આશાનું કિરણ

  • એડવાન્સ ઓર્ડર મળતા કાપડ ઉદ્યોગ થયા ધમધમતા

  • રેપિયર-જેકાર્ડ સાડી માટે દેશભરમાંથી મળ્યા ઓર્ડર

  • ઉદ્યોગકારોએ ઓર્ડર મળતા રાહતનો લીધો શ્વાસ 

સુરતના કાપડ ઉદ્યોગમાં ઉનાળાની મંદી બાદ હવે તહેવારોના આગમન સાથે ફરી એકવાર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર-જેકાર્ડ સાડી માટે દેશભરમાંથી જોરદાર માંગ ઉભી થઈ છે. અને ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ પણ મળી ગયું હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના કાપડ ઉદ્યોગમાં ઉનાળાની મંદી પછી હવે તહેવારોના આગમનથી તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને રેપિયર-જેકાર્ડમાં બનતી સાડી માટે તો દેશભરમાંથી માંગ વધી રહી છે. અને અત્યારથી જ ચાર મહિનાનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે.ઉદ્યોગકારોનું કહેવું છે કેરક્ષાબંધનજન્માષ્ટમીનવરાત્રી અને દિવાળી જેવા તહેવારોની તૈયારી અત્યારથી જ શરૂ થઈ ગઈ છે.

ચોમાસાની સાથે બજારમાં પણ મૂવમેન્ટ વધી રહી છે. પરિણામે ઉત્પાદકો હાલ ઓર્ડર મુજબ માલ તૈયાર કરવા લાગ્યા છે. હાલ જે ડિમાન્ડ છે તે ખાસ કરીને દિવાળી-વેડિંગ સીઝન માટેની છે. વેપારીઓ પણ આગોતરું પ્લાનિંગ કરીને મશીન સેટઅપ અને મજૂરોની શિફ્ટ અનુસાર ઉત્પાદન વધારી રહ્યા છે.

રેપિયર સાડી સાથે સાથે ડ્રેસ મટીરીયલકુર્તી ફેબ્રિકઅને ડિઝાઇનર સુટ્સ જેવી કેટલીક પ્રોડક્ટ્સમાં પણ ઓર્ડરની સંખ્યા વધી રહી છે. વેપારીઓએ પણ અત્યારથી જ સ્ટોકિંગ શરૂ કરી દીધું છે.જેથી તહેવારો દરમિયાન નુક્સાની સ્થિતિ ઉભી ન થાય. જો આવો જ મોડ રીફ્રેશ રહે તો ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માટે નોંધપાત્ર રિકવરી જોવા મળી શકે છે.

આ અંગે સચિન જીઆઈડીસી એસોસિએશનના ડિરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કેહાલમાં શહેરની ટેક્સટાઇલ માર્કેટમાં વેપારની મૂવમેન્ટ ખાસ્સી વધી ગઈ છે. વિવિધ તહેવારોની સિઝન શરૂ થવાને કારણે દેશભરમાંથી માંગ નીકળી છે. હાલ જે ડિમાન્ડ છે તે દિવાળી અને લગ્નની સિઝનને લઈને વધુ છેજેથી વેપારીઓ પણ ડિમાન્ડ પ્રમાણે માલ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. 

રેપિયર જેકાર્ડ એસોસિએશનના ઉપપ્રમુખ ડો. હરેશ પટેલે કહ્યું કેદિલ્હીમહારાષ્ટ્ર સહિત દેશનાં વિવિધ રાજ્યોના ટેક્સટાઈલ બજારમાંથી ઓર્ડરો આવી રહ્યા છે. રેપિયરમાં બનતી સાડી ઉપરાંત રેપિયરના કાપડમાંથી બનતી ગારમેન્ટ પ્રોડક્ટની પણ ડિમાન્ડ વધી છે. ખાસ કરીને રૂરલ માર્કેટમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે. આમમાર્કેટમાંથી મળતી માહિતી મુજબ હાલમાં ટેક્સટાઇલના લગભગ તમામ વિભાગોમાં તેજી જોવા મળી રહી છે.

Latest Stories