સુરત : વકીલને ચેમ્બરમાં લાફો મારવાના આરોપમાં એસીપી વિરુદ્ધ કોર્ટ દ્વારા તપાસના આદેશ અપાયા...

સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એસીપી તરીકે ફરજ બજાવતા સી.કે.પટેલ સામે કોર્ટ દ્વારા સમન્સ ઇશ્યૂ કરાયું

સુરત : વકીલને ચેમ્બરમાં લાફો મારવાના આરોપમાં એસીપી વિરુદ્ધ કોર્ટ દ્વારા તપાસના આદેશ અપાયા...
New Update

સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એસીપી તરીકે ફરજ બજાવતા સી.કે.પટેલ સામે કોર્ટ દ્વારા સમન્સ ઇશ્યૂ કરાયું છે. વર્ષ 2021-13 એપ્રિલના દિવસે આર.ટી.આઈ.ની સુનાવણી દરમિયાન હાજર રહેલા વકીલને પોતાની ચેમ્બરમાં માર્યો હોવાનો આક્ષેપ વકીલે કર્યો હતો. આ બાબતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા કોર્ટે એસીપી સામે સમન્સ ઇશ્યૂ કર્યા છે.

સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મયુર કુકડીયા નામના ઇસમને માર મારવામાં આવ્યો હતો. જેને લઈને એડવોકેટ અને આરટીઆઇ એક્ટિવિસ્ટ રજની પાંચાણી દ્વારા આરટીઆઇ કરવામાં આવી હતી. આરટીઆઇની સુનાવણી તારીખ 13-4-2021ના દિવસે વરાછા પોલીસ સ્ટેશનમાં હતી. એડવોકેટ સી.કે.પટેલની ચેમ્બરમાં ગયા હતા, ત્યારે તેમને માર મારવામાં આવ્યો હતો. જે બાબતે કોર્ટમાં ગેરકાયદેસર રીતે અટકાયત કરવી, માર મારવો, ફરજથી ઉપરવટ જઈને કાર્યવાહી કરવા જેવી કલમ એસીપી સામે લગાડી કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. એડવોકેટ રજની પાંચાણીએ જણાવ્યુ હતું કે, હું જ્યારે એસીપી સી.કે.પટેલની ચેમ્બરમાં ગયો, ત્યારે મેં તેમને ખૂબ જ આદર આપ્યો, અને તેમને પૂછીને બેસવા માટે કહ્યું તો તેમણે સ્પષ્ટ શબ્દોમાં કોરોના હોવાથી દૂર ઉભા રહેવા કીધું હતું. સુનાવણી પૂર્ણ થયા બાદ મેં તમને રોજ કામનો સિક્કો મારવા માટે કહ્યું હતું, તો તેઓ એકાએક ભડકી ગયા અને મને ચેમ્બરમાં માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ બાબતે જે સાક્ષી હતા તેમણે પણ જોયું હતું કે, એસીપીનું વર્તન કેવું હતું. સુરત પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અમે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, અને નામદાર કોર્ટે અમારી ફરિયાદને ગ્રાહ્ય રાખી એસીપીને આરોપી બનાવ્યા છે, અને તેમની સામે સમન્સ પણ મોકલવામાં આવ્યું છે.

#ConnectGujarat #Surat #jumping #Court ordered #inquiry #ACP #chamber
Here are a few more articles:
Read the Next Article