Connect Gujarat
સુરત 

સુરત : કાર ચોરીનો તરખાટ મચાવનાર ગેંગ ઝડપાય, ચોરી કરવાની ટેક્નિક જોઈ પોલીસ પણ અવાક થઈ...

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાર ચોરીની ઘટનાઓ સતત સામે આવતી હતી, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું.

સુરત : કાર ચોરીનો તરખાટ મચાવનાર ગેંગ ઝડપાય, ચોરી કરવાની ટેક્નિક જોઈ પોલીસ પણ અવાક થઈ...
X

સુરત-મુંબઈમાંથી કારની ચોરી કરનાર 2 ઇસમો ઝડપાયા

બન્ને શખ્સો પીસીએમ મશીનથી કરતાં હતા કારની ચોરી

કાર ચોરીના તાર લુધિયાણા સુધી જોડાયા : પો. કમિશનર

સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી કાર ચોરીની ઘટનાઓ સતત સામે આવતી હતી, ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા ક્રાઈમ બ્રાન્ચની ટીમને મોટું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ટીમે કાર ચોર ગેંગના મુખ્ય 2 સૂત્રધારને ઝડપી પાડી અનેક ચોરીના ભેદ ઉકેલ્યા છે. રાંદેર વિસ્તારના માધવ ચોક સર્કલ નજીક ક્રાઈમ બ્રાન્ચની ટીમે નાકાબંધી ગોઠવીને 2 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. જેમાં પૂછપરછ દરમિયાન પોલીસને માલુમ પડ્યું હતું કે, બન્ને શંકાસ્પદો રહેલી કાર ચોરીની છે.

ત્યારબાદ સખ્તાઇપૂર્વક પૂછતા તેમણે અન્ય કારોની પણ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. ક્રાઈમ બ્રાન્ચે અનિલ ઉર્ફે છોટુ મોતીલાલ ગાયરી અને ઐયુબ અલી ઉર્ફે ગુડ્ડુ ઇલેક્ટ્રીશન શેખની ધરપકડ કરી છે. ગુડ્ડુ ખૂબ જ શાતીર આરોપી છે, જેની ટેકનિક જોઈને ખુદ ક્રાઈમ બ્રાન્ચ પણ અવાક થઈ ગઈ હતી. ગુડુએ લુધિયાણાના એક ડીલર સાથે ઓનલાઇન સંપર્ક કર્યો હતો. જેની પાસેથી પીસીએમ મશીન ખરીદ્યું હતું. આ મશીનની મદદથી લોક કરેલી કારને ખૂબ જ સરળતાથી ચોરી કરતો હતો. ઘરની બહાર પાર્ક કરેલી કારના ડ્રાઇવર સીટની આગળના ટાયર પાસે હાથ નાખી હોર્નના વાયર છુટા કરવામાં આવતા હતા. બાદમાં એલન કી વડે કારના દરવાજાનું લોક ખોલી ઇલેક્ટ્રોનિક્સ મશીન તથા એન્જિન કંટ્રોલની મદદથી કાર ચાલુ કરતાં હતા. જે બાદ કારમાંથી જીપીએસ તથા ફાસ્ટ ટેગ હટાવી કાર ચોરી કરવામાં આવતી હતી. આ ચોરી કરેલી કાર શહેરના અન્ય વિસ્તારમાં પાર્ક કરતા ત્યારબાદ ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી મહારાષ્ટ્ર, રાજસ્થાન તથા અન્ય રાજ્યોમાં કાર વેચી મારતા હતા. જોકે, કાર ચોરીમાં લુધિયાણા સુધી તાર જોડાયેલા હોવાની વાત મળતા ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.

Next Story