સુરત : સરાજાહેર બબાલ કરનાર અ’સામાજિક તત્વોની પોલીસ સાન ઠેકાણે લાવી, જુઓ કેવી રીતે સબક શીખવ્યો..!

New Update
સુરત : સરાજાહેર બબાલ કરનાર અ’સામાજિક તત્વોની પોલીસ સાન ઠેકાણે લાવી, જુઓ કેવી રીતે સબક શીખવ્યો..!

અસામાજિક તત્વોએ કરી હતી સરાજાહેરમાં બબાલ

ગણતરીના કલાકોમાં આરોપીઓને પોલીસે દબોચ્યા

મારમારી ઘટનાનું શખ્સો પાસે કરાવ્યુ રી-કન્સ્ટ્રક્શન

એકબીજાના કાન પકડાવી પોલીસે કરાવી ઉઠક બેઠક

સુરત જિલ્લાના અનેક અસામાજિક તત્વો વિસ્તારની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતા હોય છે. લોકોમાં ધાક બેસાડવા રોફ જમાવતા હોય છે, ત્યારે ગતરોજ પણ સુરતના કીમ ગામે આવીજ એક ઘટના સામે આવી હતી. આમ તો આ ગામ શાંતિથી જીવવા માંગે છે. આ ગામમાં અસામાજિક તત્વો આંખ ઉચી કરી ક્યારે ઊંચા અવાજે જાહેરમાં જોવા મળ્યા નથી. કેમ કે, કીમ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા હમેશા તત્પર રહે છે, ત્યારે છેલ્લા કેટલા સમયથી કીમ પૂર્વ વિસ્તારમાંથી આવતા અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થા બગાડી રહ્યા છે. આવી જ ઘટના ફરી એકવાર કીમ ગામમાં બની હતી. કેટલાક અસામાજિક તત્વો એક બીજા પર લાકડાના ફટકા, પત્થર લઇ જાહેરમાં તૂટી પડ્યા અને ભયનો માહોલ ઉભો કરી દીધો હતો.

ઓલપાડ તાલુકાના કીમ ગામમાં છેલ્લા કેટલા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે. અસામાજિક તત્વોના કારણે પોલીસ પણ દોડતી થઇ જાય છે, ત્યારે ગઈકાલે રાત્રે કીમ બજાર વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોના ટોળા હાથમાં સળિયા, પત્થર અને લાકડાના સપાટા લઈ એક બીજા પર તૂટી પડ્યા હતા. 15થી 20 મિનીટ ચાલેલ બબાલમાં કીમ ગામમાં ડર ફેલાઈ ગયો હતો. કેમ કે, લાકડાના ફટકા લઇ બન્ને જૂથ એકબીજા પર તૂટી પડ્યા હતા. એક તબક્કે ફિલ્મી દ્રશ્યોમાં સામે આવતા દ્રશ્ય લોકોએ નજરે જોઈ રહ્યા હતા, ત્યારે આજ ઘટનાને પગલે કીમ પોલીસ ઘટના સ્થળે પોહચે એ પહેલા આ ટોળું ગાયબ થઇ ગયું હતું. જોકે, કીમ પોલીસે ગણતરીના કલાકોમાં તમામ આરોપીને ઝડપી પાડી સબક શીખવ્યો હતો. કીમ વિસ્તારમાં અસામાજિક તત્વો માથું ન ઊંચકે તે માટે પોલીસે ઝડપાયેલ તમામ 8 આરોપીનું સરઘસ કાઢી કીમ બજારમાં ફેરવ્યા હતા. એટલું જ નહીં, પોલીસે મારમારીની ઘટનાનું આરોપીઓ પાસે રી-કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. તમામ આરોપીને કીમ બજારમાં ફેરવી એકબીજા કાન પકડાવી ઉઠક બેઠક પણ કરાવી હતી.

Latest Stories