સુરત : સ્ટરલાઈન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરી સિરીંજનું વેચાણ કરનાર ડ્રગ્સ પેડલર સહિત ત્રણ આરોપી ઝડપાયા

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દરોડા પાડ્યા હતા, આ રેડમાં પોલીસ ખુદ પણ ચોંકી ઉઠી........

author-image
By Connect Gujarat Desk
New Update
  • નશા યુક્ત સિરીંજના વેપલાનો કારોબાર

  • ક્રાઇમ બ્રાન્ચના દરોડામાં ચોંકાવારી ઘટના આવી બહાર

  • ડ્રગ્સ પેડલર ઇન્જેક્શન હાથમાં મારીને કરતો હતો નશો

  • પોલીસે 35 સિરીંજ અને 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ કર્યું જપ્ત

  • પોલીસે ત્રણ આરોપીની કરી ધરપક્ડ

  • આ ઘટનામાં એક મહિલા સહિત બે વોન્ટેડ  

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દરોડા પાડ્યા હતા.આ રેડમાં પોલીસને ચોંકાવનારી હકીકત જાણવા મળી હતી,જેમાં ડ્રગ્સ પેડલર દ્વારા સ્ટરલાઇન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરીને સિરીંજનું વેચાણ કરતા હોવાનું બાહર આવ્યું હતું,તેમજ ઓરોપી જમીલ ઉર્ફે જંગલીના બંને હાથ પર હજારો ઈન્જેક્શનના નિશાન મળી આવ્યા હતા.

સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ઉમિયા મંદિર પાછળ આવેલા પંચશીલ નગરના મકાનમાં દરોડા પાડ્યા હતા,આ રેડમાં પોલીસ ખુદ પણ ચોંકી ઉઠી હતી.કારણ કે સ્ટરલાઈન વોટરમાં ડ્રગ્સ મિક્સ કરીને સિરિન્જનો વેપલો કરવામાં આવી રહ્યો હોવાનું બહાર આવ્યું હતું,તેમજ જમીલ ઉર્ફે જંગલી કે જે ડ્રગ્સ પેડલર છે,તેના બંને હાથ પર હજારો ઈન્જેક્શનોના નિશાન મળી આવ્યા હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કેતે વર્ષોથી ડ્રગ્સનું સેવન કરી રહ્યો છે અને પોતાના શરીરમાં ઇન્સ્યુલિન સિરીંજ મારફતે એમડી ડ્રગ્સના ઇન્જેક્શન ઘૂસાડતો હતો.

પોલીસે 35 જેટલી સિરીંજ કબ્જે કરીને 12.540 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે જમીલ ખાન ઉર્ફે જમીલ જંગલી આમિર ખાન,તૌફીક જ્હાંગીર પટેલ અને રેહાન રહેમાન ખાનની ધરપકડ કરી હતી,અને  આરોપીઓ પાસેથી ચાર મોબાઈલપ્રવાહી ભરેલી પ્લાસ્ટિક 11 બોટલ,સિરીંજ સહિત 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ડ્રગ્સની ડિલિવરી કરતા ભાઠેના વિસ્તારના સદ્દામ અને મીઠી ખાડીના દાનિશ ખજૂરને વોન્ટેડ જાહેર કર્યા હતા.વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓને ટ્વીશા નામની મહિલા ડ્રગ્સ ડિલિવરી કરી હતી.

Latest Stories