સુરત : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે સાગરીતો સાથે મળી ટ્રક ડ્રાઈવરોને માર માર્યો, પોલિસે ફરિયાદ નોંધી..!

New Update
સુરત : ટિકટોક સ્ટાર કીર્તિ પટેલે સાગરીતો સાથે મળી ટ્રક ડ્રાઈવરોને માર માર્યો, પોલિસે ફરિયાદ નોંધી..!

કામરેજ નજીક પશુ ભરેલ ટેમ્પો પકડવાનો મામલો

બખેડો ઊભો કરનાર કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ

ગુનો દાખલ થતાં કીર્તિ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગઈ

સુરત જીલ્લાના કામરેજ ટોલ નાકા ખાતે ગત તારીખ ૧૯મી એપ્રિલની મોડી રાત્રે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ દેસાઈ સહિત અન્ય લોકોએ ગાયો ભરેલ આઇશર ગાડીઓ રોકી બખેડો ઊભો કર્યો હતો. જેમાં “ગાયને કતલખાને લઇ જવામાં આવે છે” તેમ કહી આઇશર ટેમ્પાના ચાલકોને માર મારી જાહેરમાં ગંદી ગાળો બોલી ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આપવામાં આવી હતી. જે વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા.

વાયરલ થયેલા વિડિયોમાં મારામારીના દ્ર્શ્યો પણ કેદ થયા હતા. જેમાં કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમો સીન સપાટા મારતા નજરે પડ્યા હતા. બનાવની જાણ થતા જ કામરેજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં ગાયો કતલખાને લઈ જવામાં આવે છે કે, નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, ગાય કતલખાને ન જતી હોવાનું જાણવા મળતાં પોલીસે બીજા દિવસે ગાયો ભરેલ ગાડીઓને રવાના કરી હતી. પોલીસે આઇશર ટેમ્પાના ચાલકોને જાહેરમાં ગંદી ગાળો બોલી ભયનો માહોલ ઉભો કરવા બદલ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા બદલ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ, શૈલેષ મેર, દિનેશ સહિત અન્ય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાલ આરોપી શૈલેષ મેર અને દિનેશ દેસાઈની ધરપકડ કરી છે, જ્યારે કીર્તિ પટેલ સહિત અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સતત વિવાદોમાં આવી રહી છે. કીર્તિ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ થતાં જ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગઈ છે. તો બીજી તરફ, સસ્તી પ્રસઘ્ધિ મેળવવા તે આ બધા કારનામા કરતી હોવાની પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે.

Latest Stories