/connect-gujarat/media/post_banners/dda61338d06b06bda34e96a79256480d90f636b553ccdd785b97854a13f9608f.jpg)
દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે સુગર મિલોની ચિંતા પણ વધારી છે.બદલાતા વાતાવરણ અને માવઠાને કારણે શેરડીના પાકને વ્યાપક નુક્સાન થવાને કારણે ખાંડનું ઉત્પાદન ગત વર્ષ કરતા ઘટ્યુ છે દક્ષિણ ગુજરાતમાં શેરડીના વાવેતરમાં વધારો થવાની સરખામણીએ ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર મિલોની હાલ વર્ષ 2022-2023ની પૂર્ણ થયેથી સીઝનના અંતિમ આંકડા પર એક નજર કરવામાં આવે તો શેરડીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.જેના કારણે સુગર મિલોના ખાંડના ઉત્પાદન ઉપર પણ સીધી અસર જોવા મળી રહી છે,ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં થઈ રહેલા વધારાની સરખાભીએ શેરીના ઉત્પાદનમાં ઘટાડો થવા પાછળ હવામાનમાં આવેલો ફેરફાર અને કમોસમી વરસાદ હોવાનું કહેવાય રહ્યું છે.
વર્ષ 2018-2019 થી ખાંડનું બજાર ઊઁચું રહેતા સુગર મિલેને ખાંડના સારા ભાવ મળવા સાથે સરકાર તરફથી પણ આયાત નિકાસ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જેના કારણે સુગર મિલોને અન્ય પ્રકારે રાહત કરી આપતા ખેડૂતોને શેરડીના ઊંચા ભાવ મળ્યા હતા જેથી કરીને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો શેરડીની ખેતી તરફ વળતાં શેરડીના ઉત્પાદનમાં વધારો થવાથી સુગર મિલોમાં પણ ખાંડનું ઉત્પાદન વધ્યું હતું..
જ્યારે વર્ષ 2020-2021 અને 2021-2022 થી અચાનક હવામાનમાં આવેલા ફેરફારથી શેરડીની ખેતી પર માઠી અસર જોવા મળી છે.જે દક્ષિણ ગુજરતની સુગર મિલોમાં વર્ષ 2021-2022 માં શેરડી પીલાણ સાથે ખાંડ ઉત્પાદનની સરખામણીએ હાલ પૂર્ણ થયેલી સીઝન વર્ષ 2022-2023 માં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે જેના કારણે સુગર મિલોના સંચાલકોની સાથે સાથે ખેડૂતોની ચિંતા માં પણ વધારો થયો છે.