સુરત : પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચકતા આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો..!

ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા, ત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા સાથેજ ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં સતત વધારો થયો

New Update

શહેર તથા જીલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું

ચોમાસાની સીઝન શરૂ થતાં રોગચાળો ફાટ્યો

ડેન્ગ્યુમલેરિયાગેસ્ટોના કેસમાં સતત વધારો

જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા

આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો

 સુરત શહેર તથા જીલ્લામાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ ડેન્ગ્યુમલેરિયાગેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે. જેના કારણે સુરતની નવી સિવિલ અને સરકારી હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.

ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતાત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા છે. તો બીજી તરફડેન્ગ્યુમલેરિયાગેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.

Latest Stories