શહેર તથા જીલ્લામાં રોગચાળાએ માથું ઉચક્યું
ચોમાસાની સીઝન શરૂ થતાં રોગચાળો ફાટ્યો
ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસમાં સતત વધારો
જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા
આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો
સુરત શહેર તથા જીલ્લામાં ચોમાસાની સીઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાની સિઝનમાં પાણી ભરવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો જાય છે. જેના કારણે સુરતની નવી સિવિલ અને સરકારી હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 173 કેસો નોંધાયા હતા, ત્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, ડેન્ગ્યુ, મલેરિયા, ગેસ્ટોના કેસમાં સતત વધારો જોવા મળતા આરોગ્ય વિભાગની ચિંતામાં પણ વધારો થયો છે.